રાજકોટ શહેરના થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી એક 15 વર્ષની બાળકીને કેટર્સમાં કામ કરવા જતી વખતે ભોમેશ્વર વિસ્તારના અમૃત બેલમ નામના શખ્સ સાથે પરિચય થયો હતો. આ પછી તેને પ્રેમજાળમાં ફસાવી અલગ અલગ દિવસે ચાર વખત ઓફિસમાં લઇ જઈ નરાધમે દુષ્કર્મ આચરી મોબાઈલમાં ફોટા પાડ્યા હોવાના આક્ષેપ સાથે ફરિયાદ નોંધાતા પોલીસે ગણતરીની કલાકોમા જ આરોપી અમૃતની બેલમની ધરપકડ કરી શુક્રવારે જેલ હવાલે કરવામાં આવ્યો છે.
કેટરર્સના કામે જતી વખતે આરોપી અમૃત ઉર્ફે શની સાથે પરિચય થયો
રાજકોટના ડીસીપી રાકેશ દેસાઈએ જણાવ્યું હતું કે, ગત તારીખ 26.08.2026ના રોજ રાજકોટના થોરાળા પોલીસ સ્ટેશનમાં સગીરાના વાલીએ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, આજથી 5 મહિના પહેલા તેની 15 વર્ષની દીકરી કેટરર્સના કામે જતી હતી ત્યાં તેનો પરિચય સાથે કામ કરતાં ભોમેશ્વર વિસ્તારના શખ્સ અમૃત ઉર્ફે સન્ની બેલમ સાથે થયો હતો જે બાદ બન્નેએ એક બીજાના મોબાઈલ નંબરની આપલે કરી હતી. ત્યારબાદ બન્ને એક બીજા સાથે વાતચીત કરતા હતા દરમિયાન અમૃતએ સગીરાને પ્રેમજાળમાં ફસાવી હતી. ત્યાર બાદ 27.06.2026થી 26.08.2026 સુધી સમય દરમિયાન સગીરાને પોતાના વાહનમાં બેસાડી જયુબેલી ચોક પાસે આવેલ એક બિલ્ડિંગમાં ઓફિસમાં લઇ જઈ ચાર વખત સગીરાની મરજી વિરુધ્ધ શરીર સબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતું અને તેના મોબાઈલ ફોનમાં ફોટા પણ પાડ્યા હતા.