‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ એક્ટર મોહસીને સગાઈ કરી

ટીવી શો ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં કાર્તિકનું પાત્ર ભજવી ચૂકેલા અભિનેતા મોહસિન ખાને સગાઈ કરી લીધી છે. તેણે સોશિયલ મીડિયા પર તેની મંગેતર તમન્ના સાથે તસવીરો શેર કરીને આ વાતની જાહેરાત કરી.

સગાઈ દરમિયાન મોહસિન કાળા રંગના કોટ-પેન્ટમાં જોવા મળ્યો હતો, જ્યારે તમન્નાએ લાલ રંગનો ગાઉન પહેર્યો હતો. ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ લખીને મોહસિને જણાવ્યું કે પહેલીવાર મળતા જ તેને અહેસાસ થઈ ગયો હતો કે તમન્ના જ તેની જીવનસાથી છે.

મોહસિન ખાને ઇન્સ્ટાગ્રામ પર સગાઈની ઘણી તસવીરો પોસ્ટ કરી છે. તસવીરોમાં બંને એકબીજાની સગાઈની વીંટી બતાવતા જોવા મળી રહ્યા છે.

અન્ય એક તસવીરમાં મોહસિન અને તમન્ના એકબીજાનો હાથ પકડીને ચાલી રહ્યા છે, જ્યારે તેમની આસપાસ હાજર સંબંધીઓ તેમના પર નોટો ઉડાવતા જોવા મળી રહ્યા છે. મોહસિનની મંગેતર તમન્ના વિશે હાલમાં વધુ માહિતી સામે આવી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *