પશુધનને મહારાષ્ટ્રના કતલખાને ધકેલવાના આંતરરાજ્ય કૌભાંડનો પર્દાફાશ‎

સૌરાષ્ટ્રમાંથી ગેરકાયદે રીતે પશુધનને મહારાષ્ટ્રના કતલખાને ધકેલવાના આંતરરાજ્ય કૌભાંડનો જસદણ પોલીસે પર્દાફાશ કર્યો હતો.

જસદણ-વીંછિયા હાઈવે પરથી ક્રુરતાપૂર્વક બાંધેલી હાલતમાં ભેંસ ભરેલી ટ્રક GJ-09-AV-4324 સાથે પશુ તસ્કરીના 9 ગંભીર ગુનાના હિસ્ટ્રીશીટર વિપુલ પૂજાભાઈ ભારાઈને પોલીસે ઝડપી પાડ્યો છે, જ્યારે આ ગુનામાં માણાવદરના સહ-આરોપી મેવલ ધીરુભાઈ તોરિયાની સંડોવણી પણ સામે આવી હતી.

મહારાષ્ટ્રના માલેગાંવના મોટા કસાઈઓ જેતપુર, ધોરાજી, ઉપલેટા, માણાવદર, જૂનાગઢ, બોટાદ અને વ્યારા જેવા વિસ્તારોમાંથી પશુઓ એકત્ર કરી જસદણ-વીંછિયા બાયપાસ થઈ ભરૂચ માર્ગે માલેગાંવ કતલખાને મોકલવાની મોડસ ઓપરેન્ડી સામે આવી છે.

પકડાયેલા આરોપી વિપુલ ભારાઈ સામે જસદણ, જૂનાગઢ, માણાવદર, વંથલી, માંગરોળ, વ્યારા અને રાણપુરમાં પશુ ક્રૂરતા અને તસ્કરીના 9 ગુના નોંધાયેલા છે.

આરોપી સામે પાસા હેઠળ કાર્યવાહી‎ન થાય તો આંદોલનની ચીમકી‎ આ રેકેટ સામે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને ક્રૂપા ફાઉન્ડેશનના ટ્રસ્ટી જેકીભાઈ ચંદ્રવાણિયાએ રોષ વ્યક્ત કરી જિલ્લા પોલીસ વડા સમક્ષ કડક રજૂઆત કરી છે.

સંગઠનોએ સમગ્ર કેસની તપાસ રાજકોટ ગ્રામ્ય LCBને સોંપવા, જસદણ-વીંછિયા હાઈવે પર 24 કલાક રાઉન્ડ ધ ક્લોક ચેકિંગ પોઇન્ટ મૂકવા, આરોપી વિપુલ ભારાઈ સામે પાસા હેઠળ કાર્યવાહી કરવા તેમજ વાહન મુક્ત ન થાય તેવો કડક અભિપ્રાય આપવાની માંગ કરી છે. જો તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં નહીં લેવાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *