સ્પેસમાં સેટેલાઇટ રી-ફ્યુલિંગ, દવાઓ બનાવવાની તૈયારી

સ્પેસમાં પેટ્રોલ પંપ, કચરો હટાવનારા રોબોટ અને હવામાં તરતી દવાઓ. ભારતનો સ્પેસ સેક્ટર હવે ફિલ્મોમાં દેખાતી ટેકનોલોજીને સાચી કરવા પર કામ કરી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના 20 સ્પેસ સ્ટાર્ટઅપ્સના સ્થાપકો સાથે ખાસ વાતચીત કરી હતી.

પીએમએ ખાતરી આપી કે સરકાર ઉદ્યોગસાહસિકોનો સાથ ક્યારેય નહીં છોડે. જોખમ લેનારાઓને પૂરો સહયોગ મળશે. આ વાતચીત 21 ઓગસ્ટે કરવામાં આવી હતી, પરંતુ વીડિયો આજે 23 ઓગસ્ટે રિલીઝ કરવામાં આવ્યો છે.

સ્કાયરૂટે પીએમ મોદીને જણાવ્યું કે 18 જુલાઈએ ભારતના પહેલા પ્રાઈવેટ રોકેટથી સેટેલાઇટ્સને સફળતાપૂર્વક ઓર્બિટમાં સ્થાપિત કરવામાં આવ્યા હતા. કંપનીએ અત્યાર સુધીમાં 3 ફેક્ટરીઓ તૈયાર કરી લીધી છે, જેમાં દર મહિને એક રોકેટ બનાવવાની ક્ષમતા છે.

કંપનીની યોજના દર મહિને એક રોકેટ લોન્ચ કરવાની છે. આ પછીનું લક્ષ્ય દર અઠવાડિયે એક અને ભવિષ્યમાં દરરોજ ઘણા રોકેટ લોન્ચ કરવાનું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *