દિવસ દરમ્યાન વાડીમાં ઘરફોડ ચોરીનો પર્દાફાશ, ‘ઘાંટવડિયા ગેંગ’ના 3 ઝડપાયા

રાજકોટ જીલ્લાના ગોંડલ તાલુકાના મોવિયા ગામની સીમમાં વાડીના મકાનમાંથી દિવસ દરમિયાન રૂ.7.95 લાખની ચોરીના ગુનાનો રાજકોટ ગ્રામ્ય LCBએ ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસે ટેક્નિકલ તથા હ્યુમન સોર્સના આધારે ‘ઘાંટવડિયા ગેંગ’ના ત્રણ શખ્સોને ઝડપી પાડી તેમની પાસેથી ચાંદીના દાગીના અને રોકડ સહિત કુલ રૂ.8.17 લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે હજુ પણ એક ફરાર શખ્સની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોવિયા-કંટોલિયા રોડ પર આવેલી વાડીમાં રહેતા નનેશભાઈ માવી અને તેમનો પરિવાર 11 ઓગસ્ટના રોજ સવારે ખેતીકામ માટે અન્ય વાડીએ ગયો હતો અને સાંજે પરત ફર્યા ત્યારે ઘરમાં ઘઉં ભરવાની કોઠીના તાળાના મીજાગરા તૂટેલી હાલતમાં જોવા મળ્યા હતા. જેથી તપાસ કરતા કોઠીમાં રાખેલા રૂ.3 લાખ રોકડા તથા રૂ.4.95 લાખની કિંમતના ચાંદીના દાગીના ગાયબ હોવાનું સામે આવતા ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં 14 ઓગસ્ટે અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. જે બાદ પોલીસ તપાસમાં ત્રણ પુરુષ અને એક મહિલા સહિત ચાર શંકાસ્પદ વ્યક્તિઓની અવરજવર CCTV કેમેરામાં જોવા મળી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *