રાજકોટમાં સમાજનું માથું શરમથી ઝૂકી જાય તે પ્રકારની ઘટના સામે આવી છે. પંચરની દુકાન ધરાવતા શખસે 10 વર્ષની બાળકીને ચોકલેટ અને વેફર આપવાની લાલચ આપી તેની સાથે બિભત્સ હરકત કરાવી હોવાની ઘટના પ્રકાશમાં આવતા ચકચાર મચી છે. આ સમગ્ર મામલે આજીડેમ પોલીસ મથકમાં બાળકીની માતાએ પોલીસ ફરિયાદ નોંધાવતા આરોપીને ઝડપી પાડવા તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.
વેફરની લાલચ આપી શખસ બાળકીને દુકાનમાં લઈ ગયો શહેરના એક ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં રહેતા અને ત્યાં જ પોતાની પંચરની દુકાન ધરાવતા શાંતિલાલ મોહનભાઈ કાપડીયા 15 ઓગસ્ટના સવારે 11 વાગ્યા આસપાસ ત્યાં જ રહેતી 10 વર્ષની બાળકીને પોતાની પાસે બોલાવી હતી. બાળકીને વેફર અને ચોકલેટ આપીશ તેવી લાલચ આપી હતી. જે બાદ આ શખસે બાળકીને પોતાની પંચરની દુકાનમાં લઈ ગયો હતો.
શખસે દુકાનમાં બેસાડી બિભત્સ ચેનચાળા કર્યાં દુકાનમાં લઈ ગયા બાદ બાળકીને ટેબલ નીચે બેસાડી બિભત્સ ચેનચાળા કરીને હવસ સંતોષી હતી. જો કે બાદમાં બાળકી ગભરાઈ ગઈ હતી અને ત્યાંથી ચાલી ગઈ હતી અને ઘરે પહોંચ્યા બાદ બાળકીએ શખસની કરતૂત માતાને જણાવી હતી. જેથી બાળકીની માતાએ હિંમતપૂર્વક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.