રમી ગોલ્ડ એપમાં રોકાણ પર ઉંચા વળતરના નામે છેતરપિંડી

રાજકોટ શહેરમાં રહેતા યુવાન સાથે ‘રમી ગોલ્ડ’ ગેમિંગ એપમાં રોજનું 2 ટકા વળતર મળશે કહી રૂપિયા 50,000નું રોકાણ કરાવી ચાર દિવસ સુધી વળતર આપ્યા બાદ મોબાઈલ ફોન બંધ કરી છેતરપિંડી આચરવામાં આવી હોવાની ફરિયાદ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. પોલીસે હાલ રિયા ગોર નામની યુવતી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે, ફરિયાદી યુવક સિંગર હોવાથી વર્ષ 2015માં એન્કરિંગ કરતી યુવતી રિયા ગોર સાથે પરિચય થયો હતો અને ફેબ્રુઆરી 2025માં વળતરની લાલચ આપી રૂપિયા પડાવ્યા હોવાનું સામે આવ્યું છે.

31stની પાર્ટીમાં રિયા સાથે યુવકની મુલાકાત થઈ હતી ફરિયાદી ઉમંગ મહેતા (ઉ.વ.30)એ જણાવ્યું હતું કે, વર્ષ 2015માં 31st ડિસેમ્બરની પાર્ટીમાં એન્કર તરીકે રિયા ગોર આવેલ હતી જેની સાથે પરિચય થયા બાદ મિત્રતા થઈ હતી. આ પછી ફેબ્રુઆરી 2025ના રોજ રિયા ગોર દ્વારા દુબઇની ‘RUMMY GOLD INVEST NOW’ નામની કંપની છે. જેમાં વળતર કરવાથી સારું વળતર મળે છે અને કંપની દ્વારા રોકાણના બદલામાં દરરોજ 2% વળતર આપવામાં આવશે તેમ કહી રોકાણ કરવા આગ્રહ કર્યો હતો. જેમાં મેં રૂપિયા 50 હજારનું રોકાણ કર્યું હતું.

રૂપિયા 50,000ના વળતર સામે ચાર દિવસ સુધી દરરોજનું રૂપિયા 1000 મળી કુલ 4000 વળતર આપવામાં આવ્યું હતું. જો કે આ પછી રિયા દ્વારા વળતર આપવામાં આવતું ન હતું અને તેનો મોબાઈલ ફોન પણ સ્વીચ ઓફ આવતો હતો. અવારનવાર સંપર્ક પણ કરવામાં આવ્યો હતો છત કોઈ સંપર્ક ન થતા પોલીસમાં અરજી પણ કરવામાં આવી હતી અને બાદમાં આજ દિવસ સુધી રૂપિયા પરત ન કરતા આખરે ફરિયાદ નોંધાવવામાં આવતા હાલ ભક્તિનગર પોલીસે રિયા ગોર વિરુધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *