ધોરાજી શહેર યુવા ભાજપની કારોબારી બેઠક યોજાઈ

ધોરાજી શહેર યુવા ભાજપની કારોબારી બેઠક આજે યોજાઈ હતી. આ બેઠક ધોરાજીના વોર્ડ નં. 1 ખાતે આવેલા ભાજપ કાર્યાલયમાં યોજાઈ હતી.

શહેર યુવા ભાજપના પ્રભારી શ્યામભાઈ મકવાણા અને શહેર યુવા ભાજપ પ્રમુખ નિરવ પટેલના અધ્યક્ષસ્થાને બેઠકનું આયોજન થયું હતું.

બેઠક દરમિયાન યુવા ભાજપના સંગઠનને વધુ મજબૂત બનાવવા, આગામી કાર્યક્રમોનું આયોજન કરવા તેમજ સંગઠનાત્મક પ્રવૃત્તિઓ અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.આ પ્રસંગે ધોરાજી શહેર યુવા ભાજપના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. તેમણે સંગઠનને વધુ સક્રિય અને મજબૂત બનાવવાના સંકલ્પ સાથે બેઠકને સફળ બનાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *