અમેરિકા સાથે આરપારના મૂડમાં નેતન્યાહૂ

ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ રવિવારે કહ્યું કે જ્યાં સુધી હું વડાપ્રધાન છું, ત્યાં સુધી પેલેસ્ટાઇન દેશ નહીં બને.

તેમણે ગાઝામાંથી ઇઝરાયલી સેનાને હટાવવાનો ઇનકાર કર્યો અને કહ્યું કે ઇઝરાયલ હમાસને દેખાડા પૂરતું નહીં, પરંતુ ખરેખર ખતમ કરવા માંગે છે.

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 30 જુલાઈએ દાવો કર્યો હતો કે ગાઝામાં હમાસ અને ઇઝરાયલ વચ્ચે એક મોટો કરાર થયો છે. આ અંતર્ગત, જેમ જેમ હમાસ પોતાના હથિયારો છોડશે, તેમ તેમ ઇઝરાયલી સેના ગાઝામાંથી હટશે.

ટ્રમ્પે નેતન્યાહુ સાથે વોશિંગ્ટનમાં મુલાકાત કર્યા પછી કહ્યું હતું કે ઇઝરાયલ આ કરારથી ખૂબ ખુશ છે. જોકે, ટ્રમ્પે એ પણ સ્વીકાર્યું હતું કે યોજનાનો અમલ કરવો મુશ્કેલ હોઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *