થારનું એન્જિન બદલાવી લીધું, વડોદરાનો શોકિંગ કિસ્સો

વડોદરામાં છેતરપિંડીનો એક શોકિંગ કિસ્સો સામે આવ્યો છે. જેમાં ગઠિયાએ થાર કાર ભાડે લઈને તેનું નવું એન્જિન કાઢી લીધું હતું. તેની જગ્યાએ પોતાની થાર કારનું ખરાબ એન્જિન ફીટ કરીને પાછી આપી દીધી. જ્યારે નવું એન્જિન પોતાની જૂની થારમાં ફીટ કરીને જલસા કરવા લાગ્યો. વિશ્વાસઘાતના આ યુનિક કેસથી પોલીસ પણ બેઘડી સ્તબ્ધ થઈ ગઈ હતી.

સામાન્ય રીતે ભાડાના વાહનોમાંથી એસેસરિઝ બદલી નાખવામાં આવતી હોય છે. પરંતુ, વડોદરામાં પહેલીવાર 15 લાખ રૂપિયાની થાર કારમાંથી આખું એન્જિન જ બદલી નાખ્યાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. વડોદરામાં રહેતા અને સેલ્ફ ડ્રાઈવ માટે કાર ભાડે આપનારા આકાશ ભગતે તેની 15 લાખની કિંમતની થાર તેના મિત્ર મેહુલ પરમાર મારફતે ક્રિષ્ના પાંડેને 14 થી 17 જુલાઈ દરમિયાન રોજના 4000 રૂપિયાના ભાડા પર આપી હતી.

આકાશ ભગતને જ્યારે 17 જુલાઈએ પોતાની થાર પરત મળી ત્યારે તેના એન્જિનમાં અવાજ આવતો હતો અને 40થી વધુની સ્પીડે ચાલતી નહોતી. કાર પરત આપવા આવેલા શખસે યુરિયાનો પ્રોબ્લેમ હોવાની જાણ કરી હતી. સમસ્યાનો ઉકેલ ન થતા આકાશ ભગતે પોતાની થારને ગેરેજમાં મોકલતા ચોંકાવનારો ખુલાસો થયો. આકાશ ભગતની જે થાર હતી તેમાં અન્ય જૂની થારનું એન્જિન બદલી નાખ્યાનું સામે આવ્યું. RC બુક સાથે એન્જિન નંબરની સરખામણી કરતા તે પણ મેચ ન થયા. આકાશ ભગતે આ બાબતે માહિતી લેવા ક્રિષ્ના પાંડેને ફોન કર્યો તો તેને ફોન રિસિવ કરવાનું બંધ કરી દીધું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *