ટીવી એક્ટ્રેસ અને ‘રોડીઝ 8’ની વિજેતા આંચલ ખુરાનાએ એક્ટ્રેસ શહેનાઝ ગિલ પર ઘણા ગંભીર આરોપો લગાવ્યા છે. ‘ટેલી મસાલા’ને આપેલા ઇન્ટરવ્યુમાં આંચલે દાવો કર્યો છે કે, શહેનાઝ ખરેખર એવી નથી જેવી તે સોશિયલ મીડિયા પર દેખાય છે.
તે ફક્ત ‘ક્યૂટ’ અને ભોળી બનવાનો ઢોંગ કરે છે, જ્યારે ખરેખર તે ખૂબ જ ચાલાક અને બદતમીઝ છે. આંચલના મતે, શહેનાઝ અને તેના ભાઈની સારી પબ્લિક ઇમેજ ફક્ત વીડિયોના ચાલાકીભર્યા એડિટિંગને કારણે જ બની રહી છે
ઇન્ટરવ્યુમાં 35 વર્ષની આંચલ ખુરાનાએ કહ્યું કે, ‘શહનાઝ પોતે જ ખોવાયેલી રહેતી અને ઓછી IQ ધરાવતી વ્યક્તિ છે. તેના વીડિયોને એવી રીતે એડિટ કરવામાં આવે છે કે, તે ખૂબ જ સુંદર અને મનોરંજક લાગે.’
આંચલે દાવો કર્યો કે, તે પોતે 8 મહિના પંજાબમાં રહી છે અને ત્યાં શહનાઝના બેકગ્રાઉન્ડ વિશે કોઈ સારી વાત બોલવામાં આવતી નથી. ‘બિગ બોસ 13’ અને ‘મુજસે શાદી કરોગે’ જેવા શોમાં તેને એવી રીતે બતાવવામાં આવી હતી કે, જાણે તે ખૂબ સારી હોય, જ્યારે વાસ્તવિકતા તેનાથી અલગ છે.