લોકસભામાં ફાળા સંબંધિત બિલ પર ચર્ચા શક્ય

સંસદમાં આજે વિદેશી ભંડોળ સંબંધિત ફોરેન કોન્ટ્રિબ્યુશન (રેગ્યુલેશન) સુધારા બિલ એટલે કે FCRA પર ચર્ચા થઈ શકે છે. FCRA સુધારા બિલ આ વર્ષે બજેટ સત્ર દરમિયાન રજૂ કરવામાં આવ્યું હતું. જોકે, ત્યારે ચર્ચા થઈ શકી ન હતી.

FCRA કાયદો નક્કી કરે છે કે ભારતમાં કયા NGO, ટ્રસ્ટ, ધાર્મિક કે સામાજિક સંગઠનો વિદેશથી પૈસા (દાન) લઈ શકે છે અને તેનો ઉપયોગ કેવી રીતે કરશે. તેનો હેતુ એ છે કે વિદેશી ભંડોળનો ઉપયોગ દેશની સુરક્ષા કે જાહેર હિત વિરુદ્ધ ન થાય.

સૂત્રોનું કહેવું છે કે જ્યારે FCRA સુધારા બિલ 2026 સંસદમાં ચર્ચા માટે આવશે. ત્યારે ગૃહમંત્રી અમિત શાહ તેના પર જવાબ આપી શકે છે. વિપક્ષ સતત અમિત શાહની ગૃહમાં ગેરહાજરી પર સવાલ ઉઠાવી રહ્યો છે.

20 જુલાઈથી શરૂ થયેલા ચોમાસુ સત્રમાં અત્યાર સુધી લોકસભાનો પ્રશ્નકાળ બરાબર ચાલી શક્યો નથી. હોબાળા વચ્ચે પાંચ વિધેયકો ચર્ચા વિના પસાર થઈ ચૂક્યા છે. બીજી તરફ, વિપક્ષ NEET પેપર લીક અને રામ મંદિરના ચઢાવાની ચોરીને લઈને સતત હોબાળો કરી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *