ઈરાન પર હુમલા રોકવાનું બિલ એક વોટથી પડતું મુકાયું

ઈરાન વિરુદ્ધ સૈન્ય કાર્યવાહી રોકવાનો પ્રસ્તાવ અમેરિકી સેનેટમાં એક વોટથી પડી ભાંગ્યો છે. ગુરુવારે થયેલી વોટિંગમાં તેની તરફેણમાં 49 અને વિરોધમાં 50 વોટ પડ્યા. ટ્રમ્પની પાર્ટીના એક સાંસદ ડેવ મેકકૉર્મિક વોટિંગમાં સામેલ થયા ન હતા.

જો આ પ્રસ્તાવ પસાર થઈ જાત, તો અમેરિકી રાષ્ટ્રપતિને ઈરાન પર હુમલાઓ પહેલા સંસદની મંજૂરી લેવી જરૂરી બની જાત. એટલે કે રાષ્ટ્રપતિ પોતે આ નિર્ણય લઈ શકતા ન હતા.

ઈરાન યુદ્ધને લઈને વિપક્ષી સાંસદો માગ કરી રહ્યા છે કે આવા કોઈપણ સૈન્ય અભિયાન પર અંતિમ નિર્ણય સંસદ જ લે. તાજેતરના ઘટનાક્રમ બાદ તેને સેનેટમાં લાવવા માટે ફરીથી પ્રયાસ કરવો પડશે.

સૈન્ય કાર્યવાહી રોકવાનું બિલ હાલમાં અમેરિકી સેનેટની વિદેશી બાબતો સાથે સંકળાયેલી કમિટી પાસે છે.

અમેરિકી અખબાર ધ વોલ સ્ટ્રીટ જર્નલ (WSJ) એ દાવો કર્યો છે કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકી સેનાને આ વીકેન્ડ સુધીમાં ઈરાન પર નવો સૈન્ય હુમલો કરવાની તૈયારી કરવાના નિર્દેશ આપ્યા છે. આ કાર્યવાહીનો હેતુ તેહરાન પર દબાણ વધારવાનો છે.

WSJ એ અમેરિકી અધિકારીઓના હવાલાથી કહ્યું છે કે આ સૈન્ય કાર્યવાહીની યોજના પર કામ ચાલી રહ્યું છે. તાજેતરમાં જ ટ્રમ્પે જોર્ડનમાં અમેરિકી સૈન્ય ઠેકાણા પર થયેલા હુમલા પછી ઈરાનને કડક સૈન્ય કાર્યવાહીની ચેતવણી પણ દોહરાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *