લવપ્રીતે ભારતને કોમનવેલ્થ ગેમ્સમાં સિલ્વર અપાવ્યો

લવપ્રીત સિંહે કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતને સિલ્વર મેડલ અપાવ્યો છે. તેણે પુરુષોની વેઈટલિફ્ટિંગની 110 કિલો વજન વર્ગમાં 388 કિલો વજન ઉઠાવ્યું.

લવપ્રીતે સ્નેચમાં 176 અને ક્લીન એન્ડ જર્કમાં 212 કિલો વજન ઉઠાવ્યું. તે ત્રીજા પ્રયાસમાં 217 કિલો ઉઠાવવામાં નિષ્ફળ રહ્યો. જ્યારે, ન્યુઝીલેન્ડના ડેવિડ એન્ડ્રુઝે 389 કિલો વજન ઉઠાવીને ગેમ્સ રેકોર્ડ સાથે ગોલ્ડ જીત્યો.

લવપ્રીતના મેડલ બાદ ભારત મેડલ ટેલીમાં 9મા નંબર પર છે. તેની પાસે 16 મેડલ છે, જેમાં 3 ગોલ્ડ, 10 સિલ્વર અને 3 બ્રોન્ઝનો સમાવેશ થાય છે.

ભારતના નીરજ ચોપરા, રોહિત યાદવ અને યશ વીર સિંહ કોમનવેલ્થ ગેમ્સની જેવલિન થ્રો ફાઇનલમાં પહોંચી ગયા છે. ક્વોલિફિકેશન રાઉન્ડમાં નીરજે 79.61 મીટરનો શ્રેષ્ઠ થ્રો કરીને પાંચમું સ્થાન મેળવ્યું.

પાકિસ્તાનના ઓલિમ્પિક ચેમ્પિયન અરશદ નદીમ 78.63 મીટર સાથે 7મા સ્થાને રહીને ફાઇનલમાં પહોંચ્યા. મેડલ ઇવેન્ટ શુક્રવારે મોડી રાત્રે 12:45 વાગ્યાથી રમાશે.

નીરજે પહેલા પ્રયાસમાં 76.28 મીટર અને બીજા પ્રયાસમાં 79.61 મીટરનો થ્રો કર્યો. ત્યારબાદ તેમણે ત્રીજો પ્રયાસ કર્યો નહીં અને પાંચમા સ્થાને રહીને ફાઇનલ માટે ક્વોલિફાય કરી લીધું.

ભારતના રોહિત યાદવ 78.37 મીટર સાથે નવમા અને યશ વીર સિંહ 78.36 મીટર સાથે દસમા સ્થાને રહ્યા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *