સુપ્રીમ કોર્ટ સોમવારે બે અલગ-અલગ અરજીઓ પર સુનાવણી કરશે. આ અરજીઓમાં આરોપ છે કે NEET પેપર લીક અને શિક્ષણ મંત્રીના રાજીનામાને લઈને પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ પર પોલીસે અત્યાચાર કર્યો. આ અરજીઓ 20 જુલાઈના સંસદ માર્ચ સાથે સંબંધિત છે, જેને કોકરોચ જનતા પાર્ટીએ આયોજિત કર્યો હતો.
આ અરજીઓને CJI સૂર્યકાંત અને જસ્ટિસ જોયમાલ્યા બાગચી અને જસ્ટિસ વી મોહનાની બેન્ચ સમક્ષ રજૂ કરવામાં આવશે. CJIની અધ્યક્ષતાવાળી બેન્ચે 24 જુલાઈએ આ અરજીઓ પર સુનાવણી કરવા સંમતિ દર્શાવી હતી.
સિનિયર એડવોકેટ ગોપાલ શંકરનારાયણને બેન્ચને કહ્યું હતું કે, “પોલીસે વિદ્યાર્થીઓ વિરુદ્ધ ખૂબ જ વધારે બળનો પ્રયોગ કર્યો છે.” હવે સુપ્રીમ કોર્ટ આ અરજીઓ પર સુનાવણી કરીને નક્કી કરશે કે આગળ શું પગલાં લેવા જોઈએ.
આ સમગ્ર મામલાનો સૌથી રસપ્રદ પાસું એ છે કે મામલો CJI સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી બેન્ચ જ સાંભળશે. 15 મેના રોજ CJI દ્વારા બેરોજગારોને ‘કોકરોચ’ કહેવામાં આવ્યા પછી જ કોકરોચ જનતા પાર્ટીની રચના થઈ. તેની રચના અભિજીત દીપકેએ 16 મેના રોજ કરી હતી.