અર્શદીપ સિંહ ‘ક્લીન બોલ્ડ’

પંજાબના રહેવાસી ફાસ્ટ બોલર અર્શદીપ સિંહે પંજાબી મોડલ સમરીન કૌર સાથેના પોતાના સંબંધોની પુષ્ટિ કરી છે. ઇન્સ્ટાગ્રામ પર બે ફોટા શેર કરતા તેણે કેપ્શનમાં ‘My Person’ લખ્યું.

આ એક પોસ્ટ સાથે છેલ્લા 3 મહિનાથી ચાલી રહેલી ડેટિંગની ચર્ચાઓ પર પૂર્ણવિરામ મુકાઈ ગયું. અર્શદીપની પોસ્ટ પર ચાહકોની સાથે-સાથે અનેક જાણીતી હસ્તીઓએ પણ બંનેને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી છે.

અર્શદીપ અને સમરીનના સંબંધોની ચર્ચા એપ્રિલ 2026માં સ્નેપચેટ પર શેર કરવામાં આવેલી એક તસવીરથી શરૂ થઈ હતી. ત્યારબાદ IPL 2026 દરમિયાન સમરીન ઘણી વખત પંજાબ કિંગ્સની મેચોમાં અર્શદીપને ચીયર કરતી જોવા મળી હતી. જૂનમાં બંને એક ગુરુદ્વારામાં સાથે માથું ટેકવવા પહોંચ્યા હતા, ત્યારબાદ બ્રેકઅપની અફવાઓ પણ ઉડી હતી, પરંતુ હવે ઇન્સ્ટાગ્રામ પર અર્શદીપની પોસ્ટથી તેમના સંબંધો સાર્વજનિક થઈ ગયા છે.

એપ્રિલ 2026ની શરૂઆતમાં અર્શદીપ સિંહે તેના સ્નેપચેટ એકાઉન્ટ પર એક ફોટો શેર કર્યો. ફોટામાં તે એક છોકરીનો હાથ પકડેલો જોવા મળ્યો, પરંતુ ચહેરો બતાવ્યો ન હતો. આ પછી ચાહકોએ છોકરીના હાથ પર બનેલા ટેટૂ અને નેલ આર્ટને નોટિસ કર્યું અને તેની સરખામણી પંજાબી મોડેલ અને અભિનેત્રી સમરીન કૌરની તસવીરો સાથે કરી. ટેટૂ મેચ થયા પછી બંનેના સંબંધોની ચર્ચા સોશિયલ મીડિયા અને મીડિયામાં શરૂ થઈ ગઈ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *