જસદણ શહેરમાં ભગવાન શ્રી કૃષ્ણ જન્મોત્સવ (ગોકુલ આઠમ)ના આયોજન માટે રામેશ્વર મહાદેવ મંદિર ખાતે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. ભરતભાઈ છાયાણી અને દીપકભાઈ વાઘેલાની આગેવાની હેઠળ યોજાયેલી આ બેઠકમાં પૂર્વ નગરપતિ પ્રતિનિધિ અલ્પેશભાઈ રૂપારેલીયા સહિત મોટી સંખ્યામાં કૃષ્ણભક્તો અને વિવિધ મંડળોના આગેવાનો હાજર રહ્યા હતા.
બેઠક દરમિયાન ગોકુલ આઠમ મહોત્સવને વધુ ભવ્ય અને દિવ્ય બનાવવા માટે વિવિધ કાર્યક્રમોની રૂપરેખા, પૂર્વ તૈયારીઓ અને આયોજન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આયોજકોએ મહોત્સવને સફળ બનાવવા માટેના વિવિધ પાસાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.
ઉપસ્થિત ધર્મપ્રેમી ભક્તોએ મહોત્સવના આયોજનમાં જરૂરી સહકાર આપવાની ખાતરી આપી હતી. તેમણે મહોત્સવને વધુ સુચારુ બનાવવા માટે મહત્વપૂર્ણ સૂચનો પણ રજૂ કર્યા હતા, જેને આયોજકો દ્વારા ધ્યાનમાં લેવામાં આવ્યા હતા