વિંછીયા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કારોબારી સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં કોંગ્રેસ સંગઠનને વધુ મજબૂત બનાવવા, કાર્યકરોને ગામડાં સુધી સક્રિય કરવા તેમજ સામાન્ય, ગરીબ અને મધ્યમવર્ગના લોકોના પ્રશ્નોના નિરાકરણ માટે અસરકારક રીતે લડત આપવાનો સંકલ્પ વ્યક્ત કરાયો હતો.
બેઠક દરમિયાન કોંગ્રેસના આગેવાનોએ પક્ષના તમામ હોદ્દેદારો અને કાર્યકરોને લોકો વચ્ચે જઈ તેમની પ્રાથમિક સમસ્યાઓને વાચા આપવા જણાવ્યું હતું. આ ઉપરાંત, તેમને સંવિધાનિક હક અને અધિકાર અપાવવા માટે સંપૂર્ણ નિષ્ઠાથી કાર્ય કરવા હાકલ કરવામાં આવી હતી. આગામી દિવસોમાં સંગઠનને વધુ સશક્ત બનાવવા માટે વિવિધ કાર્યક્રમો યોજવા અંગે પણ ચર્ચા થઈ હતી.