19 કિલો પોસડોડા સાથે એક શખ્સની ધરપકડ

રાજકોટ શહેર SOG પોલીસ દ્વારા માદક પદાર્થ પોસડોડા સાથે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. રાજકોટ ગ્રીનલેન્ડ ચોકડી નજીક નવાગામ જવાના રસ્તે શિવશક્તિ હોટલની બહાર રોડ પર એક શખ્સ માદક પદાર્થના જથ્થા સાથે ઉભો હોવાની ચોક્કસ બાતમી આધારે સ્થળ પર પહોંચી તલાસી લેતા ચુનારામ જાટ (ઉ.વ.37) માદક પદાર્થ પોસડોડા સાથે મળી આવતા FSLની મદદ લઇ કુલ 19.300 કિલો પોસડોડા અને એક મોબાઈલ સહીત 3.33 લાખનો મુદામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે. આરોપી દ્વારા આ જથ્થો કોની પાસેથી લાવ્યો હોવાનું અને અહીંયા કોને કોને વહેંચતો હતો સહિતની દિશામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

વાહન ઓવરટેક કરવા જેવી બાબતે કોટેચા ચોકમાં બે યુવાન હુમલો રાજકોટમાં ઢેબર રોડ પર હરીઓમ સોસાયટીમાં રહેતાં અમરદીપસિંહ મહેન્દ્રસિંહ જાડેજા (ઉ.વ.23) અને તેના મિત્ર રામદેવસિંહ ચુડાસમા (ઉ.વ.22) રાત્રીનાં 12.30 વાગ્યા આસપાસ કોટેચા ચોક પાસે હતા ત્યારે બાદલ સોલંકી અને કેતન દવેરા સહિત ત્રણ શખ્સોએ ઝઘડો કરી છરીના ઘા મારી નાસી છુટયા હતાં. બન્ને યુવકને પ્રથમ સિવિલ બાદ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસ તપાસમાં અમરદીપસિંહ જાડેજા મુળ લોધિકાના પીપળીયા ગામના વતની હોવાનુ અને એચ.એન.શુકલા કોલેજમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા હોવાનું સામે આવ્યું છે. અમરદીપસિંહ પોતાનું બાઈક લઈ એસ્ટ્રોન ચોકમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે સ્કુટર સવાર બે શખ્સોએ ઓવરટેક કરવા મુદ્દે ઝઘડો કરી અમરદીપસિંહને ફડાકા મારી દીધા હતાં બાદમાં એક શખ્સ સ્કુટર લઈ નાસી છુટયો હતો જ્યારે ઉભા રહેલા બાદલ સોલંકીએ સમાધાન કરાવી દેવાનું કહ્યું હતું જેથી અમરદીપસિંહ જાડેજાએ તેના મિત્ર રામદેવસિંહ ચુડાસમાને બાદલ સોલંકીને ક્રિસ્ટલ મોલ મુકવા જવાનું કહ્યું હતું. દરમિયાન કોટેચા ચોકમાં બાદલ સ્કુટરમાંથી ઉતરી ગયો હતો અને રામદેવસિંહ ચુડાસમાને ગાળો ભાંડી હતી. જે અંગે રામદેવસિંહએ અમરદીપસિંહને જાણ કરતાં અમરદીપસિંહ ત્યાં પહોંચ્યો હતો દરમિયાન ત્રણેય શખ્સોએ ‘આજે તમને જીવતા નથી જવા દેવા’ તેમ કહી છરી વડે હુમલો કર્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે. હાલ માલવિયાનગર પોલીસે હુમલાખોર બે શખ્સોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *