ચોટીલાના કાળાસર ખેરડી ગામના સરપંચનો ભાઈ ગેરકાયદે હથિયાર સાથે ઝડપાયો

રાજકોટ શહેર PCB બ્રાંચ દ્વારા ગેરકાયદે હથિયારોની સિન્ડિકેટ અને ‘વેપન કાર્ટેલ’ને તોડી પાડવા માટે મધ્યપ્રદેશના મુખ્ય સપ્લાયર સહિત સૌરાષ્ટ્રના સપ્લાયરો સામે સઘન ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ ઓપરેશન અંતર્ગત પોલીસે વધુ 3 આરોપીઓને 3 ગેરકાયદે હથિયારો સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

તપાસ દરમિયાન સામે આવ્યું છે કે ઝડપાયેલા આરોપીઓ પૈકી કિશોર ઉર્ફે ભગતનો ભાઈ ચોટીલા તાલુકાના કાળાસર ખેરડી ગામનો સરપંચ છે. આ આરોપીઓએ આજથી છ વર્ષ પહેલાં મધ્યપ્રદેશના મુખ્ય સપ્લાયર શકીલ પાસેથી આ હથિયારો ખરીદ્યા હોવાનો ખુલાસો થતાં પોલીસે તે દિશામાં વધુ તપાસ લંબાવી છે. ઉલ્લેખનીય છે કે, આ હાઈ-પ્રોફાઈલ વેપન કાર્ટેલ કેસમાં અત્યાર સુધીમાં પોલીસે કુલ 17 આરોપીઓની ધરપકડ કરી તેમની પાસેથી 34 ગેરકાયદે પિસ્તોલ અને 32 જીવતા કારતૂસ કબ્જે કર્યા છે.

રાજકોટ શહેર PCB દ્વારા એક સપ્તાહ પૂર્વે ગેરકાયદે હથિયારની સિન્ડિકેટ તોડી પાડવા માટે વેપન કાર્ટેલ કેસમાં મધ્યપ્રદેશના મુખ્ય સપ્લાયર શકીલ મન્સૂરીની ધરપકડ કરી તેની પાસેથી કુલ 16 હથિયાર સાથે 5 આરોપીની ધરપકડ કરી 5 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા આ પછી કોર્ટ દ્વારા આરોપી શકીલ મન્સૂરી, ગાવસ્કર ઉર્ફે દર્શન રાજપરા અને પ્રદીપ કરપડાના વધુ 4 દિવસના રિમાન્ડ મંજુર કરતા પોલીસે આરોપીઓની ઊંડાણ પૂર્વક પુછપરછ શરૂ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *