ગુજરાતભરમાં વાંગચુકના સમર્થનમાં યુવાઓ આવ્યા, કોઈએ મેલોડી તો કોઈએ પોસ્ટર સાથે વિરોધ કર્યો

દિલ્હીના જંતર-મંતર ખાતે સોનમ વાંગચુકના સમર્થનમાં ચાલી રહેલા આંદોલનના પડઘા ગુજરાતમાં પણ જોવા મળ્યા છે. અમદાવાદમાં આજે 20 જુલાઈના યોજાયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ આંદોલનકારીઓ પાછળ લાકડીઓ લઈને દોડી હતી અને વિરોધ નોંધાવી રહેલી મહિલાઓની ટીંગાટોળી કરીને અટકાયત કરી હતી.

અમદાવાદના એમજે લાઈબ્રેરી બહાર પ્રદર્શનકારીઓએ “મોદી હાય… હાય…” અને “આઝાદી હમ લે કે રહેંગે” જેવા નારા પોકારતાં પરિસ્થિતિ વણસી હતી, જેના પગલે એક્શનમાં આવેલી પોલીસે વિરોધ કરનારાઓની ટીંગાટોળી કરીને અટકાયત કરી છે.

દિલ્હીમાં છેલ્લા ઘણા સમયથી NEET પેપર લીક મુદ્દે કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. જ્યાં આ મુદ્દે સોનમ વાંગચુક ઉપવાસ પર બેઠા હતા, પરંતુ તેમની તબિયત લથડતા તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. દિલ્હીમાં લાંબા સમયના વિરોધ છતાં હજી સુધી શિક્ષણમંત્રીનું રાજીનામું લેવામાં ન આવતા તેના જ આક્રોશ સ્વરૂપે ગુજરાતમાં આ વિરોધ પ્રદર્શનનું થઈ રહ્યા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *