ચોમાસુ સત્રનો બીજો દિવસ, આજે પણ હોબાળાની શક્યતા

સંસદના ચોમાસુ સત્રનો મંગળવારે બીજો દિવસ છે અને પહેલા દિવસની જેમ આજે પણ બંને ગૃહોમાં હોબાળાની શક્યતા છે. સત્રના પહેલા દિવસે વિપક્ષના હોબાળાને કારણે કાર્યવાહી ચાલી શકી ન હતી.

લોકસભાને છ અને રાજ્યસભાને પાંચ વખત સ્થગિત કરવી પડી. વિપક્ષી સાંસદો NEET પેપર લીક, રામ મંદિરમાં દાન ચોરી પર ચર્ચાની માંગ કરી રહ્યા હતા. કેટલાક સાંસદો પોસ્ટર-બેનર લઈને ગૃહમાં આવ્યા હતા.

લોકસભામાં કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે એક વટહુકમનું સ્થાન લેવા માટે એક બિલ રજૂ કર્યું, જેના હેઠળ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની સંખ્યા 34 થી વધારીને 38 કરવામાં આવી હતી.

જ્યારે રાજ્યસભામાં વિરોધ પ્રદર્શનોને કારણે વંદે માતરમનું અપમાન કરવાને દંડનીય અપરાધ બનાવતું બિલ રજૂ કરી શકાયું ન હતું.

મલ્લિકાર્જુન ખડગેએ રાજ્યસભામાં જંતર-મંતર પર થયેલા કોકરોચ જનતા પાર્ટીના પ્રદર્શન પર ચર્ચા કરી. ખડગેએ કહ્યું- જંતર-મંતર પર બાળકો એકઠા થયા, તેમનો અવાજ દબાવવામાં આવી રહ્યો છે. સરકારે તેમના પર લાઠીચાર્જ કર્યો.

પીએમ મોદીએ સંસદના હંસ દ્વાર પર મીડિયાકર્મીઓને 15 મિનિટ સંબોધિત કર્યા. પીએમએ કહ્યું- ચોમાસું હોય કે ચોમાસુ સત્ર, જો બંને પ્રો-એક્ટિવ હોય તો ખૂબ જ પ્રોડક્ટિવ હોય છે. સંસદમાં તર્ક સાથે ચર્ચા થાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *