મહિલા બુટલેગર દેશી બનાવટની પિસ્તોલ સાથે ઝડપાઇ

રાજકોટમાં ક્રાઈમની બે અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે, જેમાં એક મહિલા બુટલેગરને પોલીસ દ્વારા દેશી બનાવટની પિસ્તોલ સાથે ઝડપી પાડવામાં આવી છે. જ્યારે અન્ય એક કિસ્સામાં, પ્રેમ સંબંધના કારણે ભારે ડિપ્રેશનમાં આવી ગયેલી એક યુવતીએ ફિનાઈલ ગટગટાવી અને હાથ પર બ્લેડના કાપા મારીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો, જેને પગલે ચકચાર મચી ગઈ છે.

ડિપ્રેશનમાં ફિનાઈલ પી હાથમાં બ્લેડથી કાપા માર્યા રાજકોટના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી 22 વર્ષની યુવતી પોતાના ઘરે હતી ત્યારે ફિનાઈલ અને જવલનશીલ પ્રવાહી મિક્સ કરી પી લીધું હતું અને બાદમાં પોતાની જાતે હાથમાં બ્લેડ વડે કાપા મારી લીધા હતા. આ પછી યુવતીની તબિયત લથડતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

જ્યાં પોલીસે તેની પ્રાથમિક પૂછપરછ કરતા આપઘાતનો પ્રયાસ કરનાર યુવતીએ કોલેજ સુધીનો અભ્યાસ કર્યો હોવાનું અને ધો.9માં અભ્યાસ કરતી ત્યારથી એક છોકરા સાથે પ્રેમ પાંગર્યો હતો જે પ્રેમ પ્રકરણના ડિપ્રેશનમાં આવી જઇ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *