રાજકોટમાં ડબલ મર્ડરનો આરોપી ઝડપાયો

રાજકોટના પાટણવાવ તાલુકાના મોટીમારડ ગામે વાડીમાં પતિ અને પ્રેમિકાને સાથે જોઈ જતા પ્રેમીએ બંનેને પાઇપના ઘા મારી મોતને ઘાટ ઉતારી નાખવાની ઘટનાનો ભેદ ઉકેલાઈ ગયો છે. ડબલ મર્ડર કરનાર આરોપી પ્રેમીની ધરપકડ કરાઈ છે. ત્રણ વર્ષથી પ્રેમ સંબંધમાં રહેલી પ્રેમિકાના અન્ય વ્યક્તિ સાથે લગ્ન થઈ જતા પ્રેમી રોસે ભરાઈ ગયો હતો.

લગ્ન બાદ જ્યારે પ્રેમિકા પોતાના પિતાની વાડીએ પતિ સાથે આવી ત્યારે બાજુના ખેતરમાં ભાગીયા તરીકે કામ કરતો પ્રેમી ખેતરમાં દવા છંટકાવ માટે આવ્યો હતો અને ત્યારબાદ પ્રેમી સુરેશ બારીયાએ પ્રેમિકા અને તેના પતિને એક સાથે જોઈ જતા તેને હત્યાનો પ્લાન ઘડ્યો હતો. રાત્રિના સમયે પ્રેમિકા અને તેના પતિની ક્રૂરતા પૂર્વક હત્યા કરી નાખી હતી. જોકે પોલીસે આસપાસના પાંચ કિલોમીટરના ઘરો અને 10 કિલોમીટરના સીસીટીવી કેમેરા ચકાસ્યા હતા, ત્યારબાદ ટેકનિકલ સોર્સ અને બાતમીના આધારે આરોપીની ધરપકડ કરી લીધી.

રાજકોટ રૂરલ એસપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું કે, રાજકોટ ગ્રામ્ય જિલ્લાના પાટણવાવ પોલીસ સ્ટેશનના મોટીમારડ ગામથી જુનાગઢ તરફના વાડી વિસ્તારમાં 13 અને 14 જુલાઈના રાત્રીના રમેશભાઇ ભૂતની વાડીમાં ભાગીયાના દીકરી અને જમાઈ હતા. ભાગીયા પોતાના કામથી મધ્યપ્રદેશ ગયા હતા. બંને પતિ-પત્ની પર અજાણ્યા વ્યક્તિ દ્વારા માથા પર હુમલો કરવામાં આવ્યો હતો. જેને કારણે ઘટના સ્થળે જ બંનેનું મૃત્યુ થયું હતું. જેથી પાટણવાવ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

આસપાસના 10 કિલોમીટરના વિસ્તારમાં CCTV ચેક કરાયા હતા જે બાદ આ ગુનાનો ભેદ ઉકેલવા માટે પોલીસની અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી દેવામાં આવી હતી. હત્યા માટે જે હથિયારનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તે પણ મળી આવ્યું ન હતું. જેથી આસપાસના 5થી 6 મીટરના ખેતરો અને વાડી વિસ્તારમાં તપાસ કરવામાં આવી. બનાવવાળી જગ્યાની આસપાસના પાંચ કિલોમીટરના ઘરોમાં ચેકિંગ કરવામાં આવ્યું. આસપાસના 10 કિલોમીટરના વિસ્તારના સરકારી અને ખાનગી સીસીટીવી કેમેરા તપાસવામાં આવ્યા. આ સાથે જ એલસીબી અને પાટણવા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ કરવામાં આવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *