એનવીડિયા CEOનું બ્લેક લેધર જેકેટ ₹9.4 કરોડમાં વેચાયું

અમેરિકન ટેક કંપની એનવીડિયાના CEO જેન્સન હુઆંગની ઓળખ બની ચૂકેલું તેમનું ખાસ બ્લેક લેધર જેકેટ લગભગ 9.4 કરોડ રૂપિયા (9.60 લાખ ડોલર)માં વેચાયું છે. ઓક્શન હાઉસ સોથબી દ્વારા આયોજિત આ હરાજીમાં જેકેટની કિંમત અપેક્ષા કરતાં 16 ગણી વધુ મળી છે.

પહેલા તેના 40 હજારથી 60 હજાર ડોલર (લગભગ 33 લાખથી 50 લાખ રૂપિયા)માં વેચાવાનો અંદાજ લગાવવામાં આવ્યો હતો. આ હરાજીમાંથી મળનારી પૂરી રકમ ટેક અને સાયન્સ સેક્ટરના યુવા ઇનોવેટર્સની મદદ માટે દાન કરવામાં આવશે.

ફોર્ચ્યુનની રિપોર્ટ અનુસાર, આ હરાજીમાંથી મળેલી રકમ સાન ફ્રાન્સિસ્કોની વેન્ચર કેપિટલ ફર્મ ‘લોંગ જર્ની વેન્ચર્સ’ દ્વારા શરૂ કરાયેલી એક પહેલમાં જશે. આ પહેલ ‘એજ ઇન્સ્ટિટ્યૂટ’ નામની એક નોન-પ્રોફિટ ઓર્ગેનાઇઝેશનની મદદ માટે કામ કરે છે. એજ ઇન્સ્ટિટ્યૂટ ટેક, સાયન્સ, કલ્ચર અને સોસાયટી સાથે જોડાયેલા લોકોને એકસાથે લાવે છે જેથી તેઓ નવા આઇડિયાઝ પર કામ કરી શકે.

સ્ટીવ જોબ્સ અને ઝુકરબર્ગ જેવું સ્ટાઇલ સ્ટેટમેન્ટ

સિલિકોન વેલીમાં જે રીતે એપલના ફાઉન્ડર સ્ટીવ જોબ્સનું બ્લેક ટર્ટલનેક અને મેટાના સીઈઓ માર્ક ઝકરબર્ગની ગ્રે ટી-શર્ટ કે હુડી તેમની સિગ્નેચર સ્ટાઇલ રહી છે, તે જ રીતે જેન્સન હુઆંગની બ્લેક લેધર જેકેટ ટેક જગતમાં એક મોટું સિમ્બોલ બની ચૂક્યું છે. જેન્સન એનવીડિયાના મોટા પ્રોડક્ટ લોન્ચ, ડેવલપર કોન્ફરન્સ અને કીનોટ પ્રેઝન્ટેશન્સમાં હંમેશા આ જ લુકમાં જોવા મળે છે.

વર્ષ 2016માં રેડિટના એક ‘આસ્ક મી એનીથિંગ’ સેશનમાં જેન્સને મજાકિયા અંદાજમાં લખ્યું હતું કે, “કદાચ તમે મને ‘લેધર જેકેટવાળા તે વ્યક્તિ’ તરીકે વધુ સારી રીતે ઓળખતા હશો જે પોતાની વાતને ત્રણ વાર કહે છે.” તેમનો આ લુક એટલો લોકપ્રિય થયો કે 2021માં જ્યારે ‘ટાઈમ’ મેગેઝિને તેમને પોતાના કવર પેજ પર સ્થાન આપ્યું, ત્યારે પણ તેઓ આ જ સિગ્નેચર જેકેટમાં દેખાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *