NEET-UGમાં જામનગરનો મિહિર પટેલ સૌરાષ્ટ્રમાં પ્રથમ

ધોરણ 12 સાયન્સ બાદ મેડિકલમાં પ્રવેશ માટે UG NEETની પરીક્ષા 21 જૂને લેવામાં આવી હતી. જેનું પરિણામ ગુરુવારે જાહેર કરવામાં આવ્યું છે. આ પરિણામમાં સૌરાષ્ટ્રની અંદર જામનગરના વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીએ બાજી મારી છે. જામનગરના મિહિર પટેલએ 720માંથી 690 માર્ક્સ મેળવી પ્રથમ ક્રમ મેળવ્યો છે. બીજા નંબરે જામનગરની જ વિદ્યાર્થિની મિશ્વા રામાણીએ 681 માર્ક્સ પ્રાપ્ત કર્યા છે. રાજકોટમાં પ્રથમ ક્રમે 675 માર્ક્સ સાથે પ્રશિલ મકવાણા અને બીજા ક્રમે કેવલ ટાંકએ 673 માર્ક્સ પ્રાપ્ત કર્યાં છે. ઉલ્લેખનીય છે કે, જામનગરના મિહિર પટેલ ઓલ ઇન્ડિયામાં 114માં ક્રમે ઉતીર્ણ થયા છે. જ્યારે મિશ્વા રામાણી ઓલ ઈન્ડિયામાં 247માં ક્રમે ઉતીર્ણ થયા છે.

સૌરાષ્ટ્રમાં પ્રથમ અને બીજા નંબરે જામનગરના વિદ્યાર્થી સૌરાષ્ટ્રમાં પ્રથમ નંબર અને ઓલ ઈન્ડિયામાં 114મો રેન્ક મેળવનાર જામનગરના મિહિર પટેલએ જણાવ્યું હતું કે, NEET UGનું પરિણામ આવ્યું છે, સૌરાષ્ટ્રમાં પ્રથમ ક્રમ એ મારા માટે આનંદ અને ગૌરવની ક્ષણ છે. મારા માતા-પિતા અને મારી મોટી બહેન પણ ડોક્ટર છે. નાનપણથી જ મને પરિવારમાંથી ડોક્ટર બનવાની પ્રેરણા મળી છે. મેં કોઈ કોચિંગ ક્લાસ નથી કર્યા પરંતુ નિયમિત મોદી સ્કૂલમાં અભ્યાસ માટે જતો હતો અને સતત મહેનત કરતો હતો. જેના કારણે આ પરિણામ પ્રાપ્ત થયું છે. દરેક વિદ્યાર્થીને એ જ કહેવા માંગુ છું કે, મોટું સપનું જોવું જોઈએ અને તેના માટે મહેનત પણ કરવી જોઈએ ક્યારે હિંમત ન હારવી જોઈએ મેહનત કરવાથી સફળતા જરૂર મળે જ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *