RTOમાં AI ટ્રેક શરૂ, પ્રથમ દિવસે 60 ટકા વાહનચાલકો ફેઈલ

રાજકોટ RTO કચેરીમાં આધુનિક AI આધારિત ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક આજે 16 જુલાઈથી ખૂલ્લો મૂકાઈ ગયો છે. રૂ.80 લાખના ખર્ચે નિર્મિત ટ્રેકમાં 360 ડિગ્રી મૂવેબલ 17 આધુનિક કેમેરા અને RFID (રેડિયો ફ્રિકવન્સી આઇડેન્ટીફીકેશન) સેન્સર છે. જેને લીધે ટુ વ્હીલર અને ફોર વ્હીલરની ડ્રાઇવિંગ ટેસ્ટ ઝડપથી અને ચોકસાઈ પૂર્વક થઈ શકશે. અન્ડર ગ્રાઉન્ડ સેન્સર અને પાવર બેકઅપની સુવિધા હોવાથી વાવાઝોડા કે વરસાદ સમયે તેમજ વિજળી ગૂલ થઈ ગઈ હશે તો પણ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક ચાલુ રહેશે. નવા ટ્રેકમાં વાહન ચાલકોને કઈ રીતે ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાની રહેશે. પ્રથમ દિવસે 35 જેટલા વાહનોની ડ્રાઇવિંગ ટેસ્ટ લેવામાં આવી હતી.

આ અંગે રાજકોટ જીલ્લા RTO અધિકારી ઈન્દ્રજીત ટાંકનો સંપર્ક સાધતા તેઓએ જણાવ્યું હતું કે, આજે 16 જુલાઈના બપોરે 12 કલાકથી નવો એઆઈ ટ્રેક શરૂ કરી દેવાયો છે. આજે સવારે ટેસ્ટના પ્રારંભે પ્રથમ બે ટુવ્હીલ વાહનધારકો ટેસ્ટમાં પાસ થઈ ગયા હતાં. રાજયની કુલ 37 આર.ટી.ઓ./એ.આર.ટી.ઓ કચેરીઓ ખાતેના ડ્રાઈવીંગ ટેસ્ટ ટ્રેકોને વીડિયો એનાલિટીક ટેકનોલાજી અને આર્ટીફિશિયલ ઈન્ટેલિજન્સ પદ્ધતિથી અધ્યતન કરવા સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવેલ છે.

RTO નો નવો AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) ટ્રેક માનવ હસ્તક્ષેપ રહિત છે. જેમાં ડ્રાઇવિંગ ટેસ્ટ આપનાર વ્યક્તિ ફેઈલ થાય તો તે પણ રિઝલ્ટમાં જણાવવામાં આવે છે. નવા ટ્રેકમાં ટેસ્ટ આપતા પહેલા ફરજિયાત વિડીયો જોવાનો રહેશે. જેથી વ્યક્તિ સરળતાથી સમજી શકશે કે કઈ રીતે ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાની છે અને કેટલો સમય આ ટેસ્ટ માટે આપવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *