ઇંગ્લેન્ડે બીજી વન-ડેમાં ભારતને 4 વિકેટથી હરાવીને ત્રણ મેચની સિરીઝ 1-1થી બરાબર કરી દીધી છે. ટીમે 234 રનનો ટાર્ગેટ 44.1 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને ચેઝ કરી લીધો. જો રૂટ 99 રન બનાવીને નોટઆઉટ પરત ફર્યો. ગસ એટકિન્સને 16 બોલમાં અણનમ 23 રન બનાવ્યા.
ભારત તરફથી જસપ્રીત બુમરાહે બેન ડકેટ, પ્રસિદ્ધ ક્રિષ્નાએ જેકબ બેથેલ, ગુરનૂર બરારે હેરી બ્રુક અને વિલ જેક્સ, શિવમ દુબેએ સેમ કરન, જ્યારે અક્ષર પટેલે જોસ બટલરની વિકેટ લીધી હતી. શરૂઆતી ઝટકાઓ છતાં રૂટે ઇનિંગ્સ સંભાળતા ઇંગ્લેન્ડને જીત અપાવી.
આ પહેલાં ટૉસ હારતા પહેલી બેટિંગ કરતા ભારત 44 ઓવરમાં 233 રન પર ઓલઆઉટ થઈ ગયું હતું. શ્રેયસ અય્યર (66) અને વિરાટ કોહલી (65)એ ફિફ્ટીની ઇનિંગ્સ રમી હતી અને ચોથી વિકેટ માટે 67 રનની ભાગીદારી કરી હતી. અંતમાં જસપ્રીત બુમરાહે અણનમ 20 રન બનાવીને ટીમને 230 રનને પાર પહોંચાડી હતી. ઇંગ્લેન્ડ તરફથી જોફ્રા આર્ચર અને ગસ એટકિન્સને 3-3 વિકેટ લીધી હતી.
ભારત (IND): રોહિત શર્મા, શુભમન ગિલ (કેપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, વોશિંગ્ટન સુંદર, ઈશાન કિશન (વિકેટકીપર), શિવમ દુબે, અક્ષર પટેલ, ગરનૂર બરાર, જસપ્રીત બુમરાહ અને પ્રસિદ્ધ ક્રિષ્ના.
ઇંગ્લેન્ડ (ENG): બેન ડકેટ, જેકબ બેથેલ, જો રૂટ, હેરી બ્રુક (કેપ્ટન), જોસ બટલર (વિકેટકીપર), સેમ કરન, વિલ જેક્સ, ગસ એટકિન્સન, જોફ્રા આર્ચર, આદિલ રશીદ અને સાકિબ મહમૂદ.