કેલિબર માઇનિંગ એન્ડ લોજિસ્ટિક્સ લિમિટેડનો IPO 17 જુલાઈએ ખુલશે

કેલિબર માઇનિંગ એન્ડ લોજિસ્ટિક્સ લિમિટેડ (અગાઉ કેલિબર મર્કેન્ટાઇલ પ્રાઇવેટ લિમિટેડ તરીકે ઓળખાતી) એ તેની પ્રથમ પ્રારંભિક જાહેર ઓફર માટે રૂ. 10ની મૂળ કિંમત ધરાવતા ઇક્વિટી શૅર માટે રૂ.402 થી રૂ.424 ની કિંમત બેન્ડ નક્કી કરી છે. કંપનીની પ્રારંભિક જાહેર ઓફર (IPO) શુક્રવાર, 17 જુલાઈ, 2026 ના રોજ સબ્સ્ક્રિપ્શન માટે ખૂલશે અને મંગળવાર, 21 જુલાઈ, 2026 ના રોજ બંધ થશે. રોકાણકારો ઓછામાં ઓછા 35 ઇક્વિટી શેર માટે અને ત્યારબાદ 35 ઇક્વિટી શેરના ગુણાંકમાં બોલી લગાવી શકે છે. આજની તારીખ 10 રૂપિયાની મૂળ કિંમત ધરાવતા 5,59,41,823 ઇક્વિટી શેર બાકી છે.

10 રૂપિયાની મૂળ કિંમત ધરાવતી આ ઓફરમાં રૂ.40,000 લાખ સુધીનો નવો ઇશ્યૂ અને પ્રમોટર્સ – મોહિત સતીશકુમાર ચઢ્ઢા, અનુજ કૃષ્ણલાલ ચઢ્ઢા, મનીષ કૃષ્ણલાલ ચઢ્ઢા અને રાહુલ રોશનલાલ ચઢ્ઢા દ્વારા રૂ.5,000 લાખ સુધીની ઓફર-ફોર-સેલનો સમાવેશ થાય છે.

રૂ.20,800 લાખના તેના નવા ઇશ્યુમાંથી મળનારી રકમનો ઉપયોગ કંપની દ્વારા લેવામાં આવેલા ચોક્કસ ઉધારની સંપૂર્ણ અથવા આંશિક ચુકવણી/પૂર્વચુકવણી માટે, રૂ.16,700 લાખ વાણિજ્યિક વાહનો, પ્લાન્ટ અને મશીનરી ખરીદવા માટેના મૂડી ખર્ચ માટે અને બાકીની રકમ સામાન્ય કોર્પોરેટ હેતુ માટે ઉપયોગમાં લેવામાં આવશે. કંપનીએ બુક-રનિંગ લીડ મેનેજર સાથે પરામર્શ કરીને રૂ.10,000 લાખ સુધીનું પ્રી-આઈપીઓ પ્લેસમેન્ટ પૂર્ણ કરી લીધું છે.

આ ઓફર બુક-બિલ્ડિંગ પ્રક્રિયા દ્વારા કરવામાં આવી રહી છે, જેમાં ચોખ્ખી ઓફરનો 50% હિસ્સો ક્વોલિફાઈડ ઈન્સ્ટિટ્યુશલ ખરીદદારોને અને ચોખ્ખી ઓફરનો 15% અને 35% થી ઓછો હિસ્સો અનુક્રમે બિન-સંસ્થાકીય રોકાણકાર અને રિટેલ રોકાણકારોને ફાળવવમાં આવશે.

2014 માં સ્થાપિત, કંપની એક ખાણકામ ઓપરેટર છે, જે એક સંકલિત સેવા પ્રદાતા તરીકે ઓવરબર્ડન દૂર કરવા, કોલસા કાઢવા અને કોલસા લોજિસ્ટિક્સનું સંચાલન કરે છે. 30 એપ્રિલ, 2026 સુધીમાં, તેની પાસે 1,911 વાહનો, પ્લાન્ટ અને મશીનરીનો કાફલો છે (જેમાં 100 ભાડાપટ્ટે આપેલા વાહનો, પ્લાન્ટ અને મશીનરીનો સમાવેશ થાય છે) જેમાં 883 ટિપર, 64 લોડર, 162 ખોદકામ કરનારા અને 362 ટિપ ટ્રેઇલરનો સમાવેશ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *