તાલુકા પંચાયતની વિવિધ‎ સમિતિની વરણી, નામની જાહેરાત કરાઇ‎

ઉપલેટા તાલુકા પંચાયતની વિવિધ સમિતિના ચેરમેનના નામની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં કારોબારી ચેરમેન પદે જયેન્દ્રસિંહ વાળા અને સામાજિક ન્યાય સમિતિના ચેરમેન પદે ચંદુ જાદવના નામની જાહેરાત કરાઇ છે.

ઉપલેટા તાલુકા પંચાયતની વિવિધ સમિતિઓના ચેરમેનની ચૂંટણી અંતર્ગત ઉમેદવારોના નામ સાથેનો ભારતીય જનતા પાર્ટીનો મેન્ડેટ જયેશ ત્રિવેદી દ્વારા ઉપલેટા તાલુકા ભાજપ પ્રમુખ મયંક ધીંગાણી, મહામંત્રી કૃપેશ ભીમ્ભાની હાજરીમાં ઉપલેટા તાલુકા પંચાયત ઓફિસે બજાવવામાં આવ્યો હતો.

હાઈકમાન્ડ તથા જિલ્લા સંગઠનની સૂચના અનુસાર તાલુકાના વિકાસના કાર્યોને વેગ આપવા માટે વિવિધ સમિતિના ચેરમેનોની નિમણૂક કરવામાં આવી હતી જેમાં કારોબારી સમિતિ ચેરમેન તરીકે ડોક્ટર જયેન્દ્રસિંહ વાળા, પક્ષના નેતા તરીકે રાજેશ વડોદરિયા, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન પદે ચંદુભાઈ જાદવની નિમણૂક કરાઇ.

તાલુકા પંચાયતના પ્રમુખ રવિ વિરડા, મજબૂત હુંબલ, કિરણભાઈ, તેમજ સંજય લુણસિયા ,વિનુ ચંદ્રવાડીયા, રમેશ મકવાણા, બધાભાઈ રબારી, ભરત લુણસિયા, વિક્રમસિંહ સોલંકી, વિપુલ બારૈયા, ભરતભાઇ, પૃથ્વીસિંહ વાળા, વિજયસિંહ વાળાએ હાજરી આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *