મવડીમાં ₹94.19 કરોડની જમીનના ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર

રાજકોટ મનપાની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા વેસ્ટ ઝોનના વોર્ડ નં. 12માં આવેલા મવડી વિસ્તારમાં ટી.પી. રોડ અને અનામત પ્લોટ પરથી ગેરકાયદે બાંધકામો દૂર કરવાની કડક કાર્યવાહી હાથ ધરાઈ હતી. મવડી (આખરી) ટી.પી. સ્કીમ નં. 21 હેઠળના પાંચ વાણિજ્યિક અનામત પ્લોટ પર બુલડોઝર ફેરવી રૂ. 94.19 કરોડની કિંમતની 7535.00 ચો.મી. જમીન ખુલ્લી કરાવાઈ હતી.

કામગીરી દરમિયાન એક દીવાલ ધસી પડતાં ત્યાં હાજર એક યુવકને સામાન્ય ઇજા થઈ હતી, જેને તંત્ર દ્વારા તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયો હતો. આ ઓપરેશનમાં ટાઉન પ્લાનિંગ ટીમની સાથે ફાયર બ્રિગેડ, પીજીવીસીએલ અને સુરક્ષા માટે વિજિલન્સનો પોલીસ કાફલો તૈનાત રહ્યો હતો.

ભક્તિનગર રેલવે સ્ટેશનનો રૂ. 26.80 કરોડના ખર્ચે પુનર્વિકાસ અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત ભક્તિનગર રેલવે સ્ટેશનનો રૂ. 26.80 કરોડના ખર્ચે કાયાકલ્પ કરવામાં આવ્યો છે. દરરોજ હજારો મુસાફરોની અવરજવર ધરાવતા આ સ્ટેશન પર રૂ. 11.81 કરોડના ખર્ચે સ્ટેશન ભવનનું અપગ્રેડેશન અને રૂ. 14.99 કરોડના ખર્ચે ફૂટ ઓવર બ્રિજ તૈયાર કરાયો છે. અહીં એસી પ્રતીક્ષાલય, વીઆઈપી રૂમ, ગાર્ડન, સુવ્યવસ્થિત પાર્કિંગ અને દિવ્યાંગો માટે રેમ્પ તેમજ વિશેષ પાર્કિંગની સુવિધા ઊભી કરાઈ છે. આ નવવિકસિત સ્ટેશનનું લોકાર્પણ 17 જુલાઈ, 2026ના રોજ વડાપ્રધાન દ્વારા વીડિયો કોન્ફરન્સથી કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *