ફાયરિંગ હત્યા કેસમાં આરોપી પુત્રના કાલે રિમાન્ડ પૂર્ણ થશે

રાજકોટના નાના મવા રોડ પર મોકાજી સર્કલ નજીક 8 જુલાઈના રોજ થયેલ હત્યા કેસમાં પોલીસ દ્વારા આરોપી પુત્ર રાજવીર વાળાને રિમાન્ડ પર મેળવી તપાસ શરૂ કરવામાં આવી છે, જેમાં આવતીકાલે 12 જુલાઈ સોમવારના રોજ રિમાન્ડ પૂર્ણ થતા જેલ હવાલે કરવામાં આવશે. જયારે ફાયરિંગ કરનાર મુખ્ય આરોપી રણજિત વાળાને પગમાં પોતાની જ ગોળી વાગી જતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવતા તેમને ડિસ્ચાર્જ આપ્યા બાદ અટકાયત કરી કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, આ કેસમાં પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ તેમજ આસપાસના લોકોની પુછપરછ કરી બનાવમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે અંગ પણ તપાસ કરી અન્ય કોઈની સંડોવણી ખૂલ્યે તેમની પણ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

નવાગામ નજીક ઝેરી દવા પી યુવકનો આપઘાત રાજકોટ અમદાવાદ હાઇવે પર નવાગામ નજીક પટેલ વિહાર રેસ્ટોરન્ટ પાછળ ક્વાર્ટરમાં રહેતા વિશાલ મોરી (ઉ.વ.22)એ ગઈકાલે રાત્રીના સમયે પોતાના ઘરે જ ઝેરી દવા પી લેતા બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવતા તબીબે તપાસી તેને મૃત જાહેર કરી કુવાડવા પોલીસને જાણ કરતા કુવાડવા પોલીસે મૃતદેહને પોસમોર્ટમ માટે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. પરિવારની પુછપરછમાં આપઘાતનું ચોક્કસ કારણ જાણવા ન મળતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

6 વર્ષથી ફરાર ચાર આરોપીની ધરપકડ સુરેન્દ્રનગર જિલ્લાના મુળી પોલીસ સ્ટેશનના હથીયાર બતાવી મારા-મારીના રાયોટીંગ વીથ એટ્રોસીટીના ગુન્હામાં છેલ્લા 6 વર્ષથી નાસતા-ફરતા કુલ 4 આરોપીઓને પકડી રાજકોટ રેન્જ ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે. રાજકોટ રેન્જ ટિમ દ્વારા ચોક્કા બાતમીના આધારે આરોપી હેમંત ગોકળભાઇ અગોલા, સુરેશ જાદવભાઇ અગોલા, જસમત લાભુભાઇ અગોલા અને ગણપત ભાથાભાઇ પનારાને આસુન્દ્રાળી રોડ પર આવેલ પોતાની વાડી ખાતેથી ઝડપી પાડી મુળી પોલીસ સ્ટેશન ખાતે સોંપી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

બોલેરો પીકઅપ ચાલકે એક્ટિવામાં સવાર વૃદ્ધને હડફેટે લેતા મોત થયું ફરિયાદી ભરતભાઈ નાગજીભાઈ તળાવીયાએ જણાવ્યું હતું કે, ગઈકાલે સાંજના 5 વાગ્યા આસપાસ મારા પિતા એક્ટિવા લઈને બેડી ચોકડીથી સોખડા ચોકડી તરફ જતા હતા, તે દરમિયાન બોલેરો પીકઅપ વાહન નંબર જીજે.03.બીઝેડ.6326ના ચાલકે ઠોકર મારતા તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા રોડ પર પટકાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *