પત્નીના ચારિત્ર્ય પર શંકા કરી પતિ મારકૂટ કરતો

મૂળ વિસાવદરની પરિણીતાને રાજકોટમાં રહેતા પતિએ શારીરિક માનસિક ત્રાસ આપ્યા અંગે ફરિયાદ થોરાળા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.

આ ફરિયાદ મુજબ, પતિ-પત્ની વચ્ચે 12 વર્ષ પહેલા ફેસબુક મારફત મિત્રતા થઈ હતી. ત્યાર બાદ પ્રેમ સંબંધ બંધાતા સાત વર્ષ પૂર્વે કોર્ટ મેરેજ કર્યા હતા. આ પછી પત્નીને 14 તોલા દાગીના લોકરમાં મુકવાના બહાને લઇ લીધા હતા. જે આજ દિવસ સુધી પરત કર્યા નથી અને 4 લાખ પણ લઇ પરત ન કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. છેલ્લા બે વર્ષથી પરિણીતા નોકરીએ જતા તેના ચારિત્ર પર શંકા કરી શારીરિક માનસિક ત્રાસ આપતા પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા થોરાળા પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.

પતિ દિલાવરના અગાઉ લગ્ન થયા હતા રાજકોટના થોરાળા પોલીસ સ્ટેશનમાં પરિણીતાએ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, આજથી 12 વર્ષ પહેલા હું મારા માતા-પિતાની સાથે વિસાવદરમાં રહેતી ત્યારે મારો પરિચય ફેસબુકના માધ્યમથી રાજકોટમાં રહેતા દીલાવર ઉઠામણા સાથે થયો હતો.

ત્યાર બાદ બન્ને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો અને તા.23 ડિસેમ્બર, 2019ના રોજ કોર્ટ મેરેજ કર્યા હતા. લગ્ન બાદ હું મારા પતિ દીલાવર સાથે રહેતી હતી. જ્યાં પરીવારમાં મારા સસરા, જેઠ જેઠાણી અને તેમના સંતોનો એમ બધા સાથે રહેતા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *