મંડળીએ વર્ષ દરમિયાન 26.50 લાખનો સર્વાધિક નફો કર્યો‎

પાનેલી સહકારી મંડળીની 71મી વાર્ષિક સાધારણ સભા તાજેતરમાં યોજાઈ હતી. સભામાં RDC બેંકના ડિરેક્ટર હરિભાઈ ઠુંમર, RDC બેંકના ડિરેક્ટર નરસિંહભાઈ મુંગલપરા, ઉપલેટા તાલુકા સંઘના પ્રમુખ ગોપાલભાઈ સખીયા, ઉપપ્રમુખ ભુરાભાઈ ભોપાલા, કોલકી સહકારી મંડળીના પ્રમુખ નીલમબેન ખાંટ, બાબુભાઈ હુંબલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. મોટી સંખ્યામાં સભાસદ ખેડૂતોએ પણ હાજરી આપી હતી.મંડળીએ વર્ષ 2025-26 દરમિયાન 26.50 લાખનો નફો મેળવી સ્થાપના પછીનો સર્વાધિક નફો નોંધાવી નવો ઇતિહાસ રચ્યો છે.

મંડળીના પ્રમુખ વિરેનભાઈ ફળદુ, ઉપપ્રમુખ તથા કારોબારી સમિતિના તમામ સભ્યોએ પારદર્શક અને જવાબદાર વહીવટના પરિણામે આ સફળતા પ્રાપ્ત થઈ હોવાનું જણાવ્યું હતું. સાથે જ આવનારા વર્ષોમાં મંડળીને વધુ પ્રગતિના શિખરો સુધી પહોંચાડવાનો સંકલ્પ પણ વ્યક્ત કર્યો હતો. સભામાં વર્ષ 2025-26ના નફાને ધ્યાનમાં રાખીને સભાસદ ખેડૂત ભાઈઓને 15 ટકા ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *