4 મહિનાની પ્રેગ્નેન્સી દરમિયાન દીપિકાએ કર્યો એનર્જેટિક ડાન્સ

બોલિવૂડ સ્ટાર દીપિકા પાદુકોણની એક નવી જાહેરાત સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. દીપિકાએ એક હોટેલ ચેઇન માટે આ એડ શૂટ કરી છે, જેમાં તેનો બેબી બમ્પ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે.

‘હિન્દુસ્તાન ટાઇમ્સ’ અનુસાર, દીપિકાએ આ જાહેરાત ત્યારે શૂટ કરી હતી, જ્યારે તે 4 મહિના પ્રેગ્નેન્ટ હતી. દીપિકા અને તેનો પતિ રણવીર સિંહ ટૂંક સમયમાં તેમના બીજા બાળકનું સ્વાગત કરવાના છે.

આ નવી જાહેરાતમાં દીપિકા પાદુકોણ ખૂબ જ સ્ટાઇલિશ અને અલગ લુકમાં જોવા મળી રહી છે. તેણે એક લક્ઝરી પ્રોપર્ટીની અંદર બ્લુ કલરનો પેન્ટસૂટ પહેરીને શૂટિંગ કર્યું છે. વીડિયોમાં તે હોટલના અલગ-અલગ ભાગોમાં વોક કરતી અને ડાન્સ કરતી જોવા મળી રહી છે. આ આખી જાહેરાતમાં તેનો પ્રેગ્નન્સી ગ્લો સ્પષ્ટ દેખાઈ રહ્યો છે.

રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે થોડા સમય પહેલા જ ઇન્સ્ટાગ્રામ પર એક જોઈન્ટ પોસ્ટ શેર કરીને બીજી વખત માતા-પિતા બનવાની જાણકારી આપી હતી. આ પોસ્ટમાં તેમની દીકરી દુઆ પાદુકોણ સિંહ એક પ્રેગ્નન્સી ટેસ્ટ કીટ પકડેલી જોવા મળી રહી હતી, જેના પર બે પિંક લાઈનો બનેલી હતી. દીપિકા અને રણવીરે 2018માં ઇટાલીમાં લગ્ન કર્યા હતા. ત્યારબાદ સપ્ટેમ્બર 2024માં દીકરી દુઆનો જન્મ થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *