વેશપલટો કરીને શાપર પોલીસે હજાર કિમી દૂર પહોંચી બેને ઉઠાવ્યા‎

શાપર પોલીસે પારડી ગામે થયેલા ચકચારી મર્ડર કેસનો ભેદ ઉકેલીને મુખ્ય આરોપી સહિત બેને હજાર કિલોમીટર દૂર ઉત્તરાખંડના હરિદ્વારથી ઝડપી પાડ્યા છે.

ગત 12 જૂન 2026ના રોજ શાપર પોલીસ સ્ટેશન વિસ્તારના પારડી ગામે ઓટો રિક્ષામાં આવેલા આરોપીઓએ જુબેદાબેન અયુબભાઇ ગુદડી પર છરીથી આડેધડ ઘા ઝીંકી જીવલેણ હુમલો કર્યો હતો.

જેમાં ઘવાયેલા મહિલાનું સારવાર દરમિયાન મોત નીપજતાં પોલીસે આ ગુનામાં ભારતીય ન્યાય સંહિતાની કલમ103(1) મુજબ હત્યાની કલમનો ઉમેરો કર્યો હતો. ઘટના બાદ આરોપીઓ પોતાની ધરપકડ ટાળવા માટે સતત સ્થળ બદલીને નાસતા ફરતા હતા.

શાપર પોલીસના સર્વેલન્સ સ્ટાફને બાતમી મળી હતી કે, આ ગુનાના આરોપીઓ હાલ ઉત્તરાખંડના હરિદ્વાર ખાતે પોતાની ઓળખ છુપાવીને રહી રહ્યા છે. આથી પી.આઈ. આર.બી. રાણાના માર્ગદર્શન હેઠળ પોલીસની ટીમ હરિદ્વાર રવાના થઈ હતી.

હરિદ્વાર પહોંચીને પોલીસે સ્થાનિક ભીડમાં ઓળખાઈ ન જવાય તે માટે વેશપલટો કર્યો હતો અને ટેકનિકલ તેમજ હ્યુમન સોર્સની મદદથી હરિદ્વાર રેલ્વે સ્ટેશન ખાતેથી મુખ્ય આરોપી પ્રવીણભાઇ ઉર્ફે લાખાળો ગલાભાઇ વાઘેલા (ઉ.વ. ૪૦) તથા એક કિશોરને દબોચી લીધા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *