રાજકોટ આરટીઓ કચેરી દ્વારા જૂન માસમાં ટ્રાફિક નિયમનો ભંગ કરતા 1909 કેસમાં રૂ.61 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. જેમાં ડ્રાઇવિંગ લાયસન્સ વિનાના 205 વાહન ચાલકો ઝડપાઈ ગયા હતા તો અકસ્માતને નોતરું આપતા ઓવરલોડ 177 વાહન ચાલકો પકડતા તેને રૂ. સૌથી વધુ રૂ.21.74 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. આ સિવાય ભયજનક રીતે વાહન ચલાવતા 12 વાહન ચાલકો ઝડપાયા હતા.
RTO ચેકિંગ દરમિયાન વ્હાઇટ એલઈડી લાઈટ, પીયુસી પ્રમાણપત્ર, રિફ્લેક્ટર અથવા રેડિયમ પટ્ટી, ડ્રાઈ વિંગ લાઇસન્સ સહિતના મુદ્દાઓ પર પણ સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું. ઉપરાંત ક્લેન્ડેસ્ટાઇન ઓપરેશન અને અન્ય વિવિધ નિયમભંગના કેસોમાં પણ કાર્યવાહી હાથ ધરાઈ હતી. નિયમોના ભંગ બદલ દંડની વસૂલાત સાથે અનેક વાહનોને ડિટેઇન પણ કરવામાં આવ્યા હતા અને મોટી સંખ્યામાં ઈ-ચલણ જારી કરવામાં આવ્યા હતા. જેમાં સૌથી વધુ ઓવરલોડમાં 177 કેસ કરીને રૂ.21.74 લાખને દંડ ફટકારવામાં આવ્યો હતો. તો ડ્રાઈવીંગ લાઈસન્સ વગર વાહન ચલાવતા 205 વાહનચાલકોને રૂ.4.10 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. જયારે અંડર ચેઇજ ડ્રાઇવીંગ, બેફામ ઝડપે વાહન ચલાવવું, સ્પીડ ગવર્નર હોય છતા કામ ન કરતું હોય અને મોબાઇલ પર વાત કરતા કોઇ વાહનચાલક ઝપ્ટે ચડયુ ન હતું. તો અન્ય નિયમભંગ બદલ કુલ 82 જેટલા વાહનોને ડીટેઈન કરવામાં આવ્યા હતા.
રાજકોટ RTO અધિકારી ઇન્દ્રજીત ટાંકે જણાવ્યું હતું કે, RTO વિભાગની એક ટીમ 24 કલાક માલિયાસણ ખાતે કાર્યરત રહે છે. આ ઉપરાંત અહીંથી સ્પેશિયલ ચેકિંગના ઓર્ડર પણ કરવામાં આવતા હોય છે. 2 ફ્લાઇંગ ટીમ અલગ અલગ જગ્યાએ ચેકિંગ કરતી હોય છે. સ્કૂલ બસ અને સ્કૂલ વાંન ચાલતી હોય છે તે શાળાઓની આસપાસ પણ હાલ ચેકિંગ ચાલુ છે. જે અંતર્ગત જૂનમાં 1909 મેમો બનાવવામાં આવ્યા છે અને રૂ.61 લાખ જેટલો દંડ ફટકારવામાં આવ્યો છે. આ ઉપરાંત 90 જેટલા વાહનો ડિટેઇન કરવામાં આવેલા છે. આ સાથે જ સ્કૂલ વાન પરમિટ ભંગના ગુના નોંધવામાં આવ્યા છે. આ ઉપરાંત રોડ સેફ્ટીનું પણ ધ્યાન રાખવામાં આવેલું છે. ફિટનેસ વિના દોડતા વાહનોને પણ દંડ ફટકારવામાં આવ્યો છે.