ખામેનીના જનાજામાં 3 પુત્રો સામેલ થયા, મુજતબા દૂર રહ્યા

ઈરાનના પૂર્વ સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેનીના અંતિમ સંસ્કારમાં રવિવારે તેમના ત્રણ પુત્રો મસૂદ, મેયસમ અને મુસ્તફા સામેલ થયા હતા. જોકે ખામેનીના પુત્ર અને ઉત્તરાધિકારી મુજતબા ખામેની સમારોહથી દૂર રહ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઈઝરાયલથી જીવનું જોખમ હોવાના કારણે તેમણે જાહેર રૂપે અંતિમ સંસ્કારમાં ભાગ લીધો નહોતો.

ઈરાન ઈન્ટરનેશનલના અહેવાલ મુજબ, અંતિમ સંસ્કાર દરમિયાન લોકોએ ‘કિલ ટ્રમ્પ’ અને ‘કિલ બીબી’ (ઈઝરાયલના વડાપ્રધાન) ના નારા લગાવ્યા હતા. સાથે જ, પૂર્વ સુપ્રીમ લીડરનો બદલો લેવાની માંગ કરી હતી.

આજે સોમવારે તેહરાનના રસ્તાઓ પરથી ખામેનીની ભવ્ય અંતિમ યાત્રા કાઢવામાં આવશે. જેમાં લાખો લોકો સામેલ થાય તેવી આશા છે. ખામેનીના શબપેટીને શહેરના મુખ્ય માર્ગો પરથી લઈ જવામાં આવશે. ધાર્મિક નેતાઓ, સરકારી અધિકારીઓ અને સેનાના ટોચના અધિકારીઓ હાજર રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *