ઝારસુગુડામાં પતિ બાઇક પર બાંધીને લાવ્યો પત્નીનો મૃતદેહ

ઓડિશાના ઝારસુગુડામાં એક વ્યક્તિ પત્નીના મૃતદેહને બાઇક પર લાવવા મજબૂર બન્યો. લાઇકેરા બ્લોકના ઉડિયાપાલી ગામમાં રહેતા નરેશ છત્રિયાની પત્ની જમુનાનું મૃત્યુ મુદ્રજોરા સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં થયું હતું.

જમુનાની તબિયત બગડતાં નરેશ તેને ડૉક્ટર પાસે લઈ ગયો હતો. પરંતુ ડૉક્ટરોએ તેને મૃત જાહેર કરી. નરેશે મૃતદેહને ઘરે લઈ જવા માટે એમ્બ્યુલન્સ માંગી. પરંતુ લાંબા સમય સુધી રાહ જોયા પછી પણ તેને શબવાહિની મળી નહીં.

મજબૂરન નરેશ, પોતાના પાડોશીની બાઇક પર પત્નીના મૃતદેહને રાખીને ઘરે લાવ્યો. મુદ્રાજોર CHC થી ઓડિયાપાલી ગામનું અંતર લગભગ 5 કિમી છે.

શનિવાર 4 જુલાઈના રોજ બનેલી આ સમગ્ર ઘટનાનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં નરેશ પત્નીના શરીરને ચાદરથી ઢાંકીને બાઇક પર લઈ જતો જોવા મળી રહ્યો છે.

ઓડિશાના કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે નરેશે એમ્બ્યુલન્સ કે શબવાહન આવવાની રાહ જ ન જોઈ. તેને ડર હતો કે ડોક્ટર તેની પત્નીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરી દેશે. જો આવું થાત તો તેને સામાજિક બહિષ્કાર અને આખા સમાજને મોટો ભોજ આપવો પડત. આ જ ડરથી તે મૃતદેહને બાઇક પર જ ઘરે લઈ આવ્યો.

CDMO બોલ્યા- શબવાહનનો ઇંતજામ થઈ રહ્યો હતો, પરિવાર ન રોકાયો

ઝારસુગુડાના CDMO ડૉ. શક્તિ પ્રસાદ પાધીએ જણાવ્યું કે મુંદ્રાજોર CHCમાં કાયમી શબવાહિની નથી. તેમના મતે, બીજી જગ્યાએથી વાહનની વ્યવસ્થા કરવામાં આવી રહી હતી, પરંતુ પરિવારે પોસ્ટમોર્ટમ કરાવવાનો ઇનકાર કરીને લેખિત બાંયધરી આપીને મૃતદેહ પોતાની સાથે લઈ ગયા. સમગ્ર મામલાની તપાસના આદેશ આપવામાં આવ્યા છે અને જો કોઈ ચિકિત્સક કે કર્મચારીની બેદરકારી સામે આવશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *