ઉપલેટાની રાજવીબા વાળાની અન્ડર-15 સ્ટેટ ટીમ કેમ્પમાં પસંદગી

ઉપલેટાની રાજવીબા રાજભા વાળાની અન્ડર-15 સ્ટેટ ટીમ કેમ્પ માટે પસંદગી કરવામાં આવી છે. રાજવીબા ઉપલેટા પંથકની પ્રથમ દીકરી છે જેણે આ સિદ્ધિ મેળવી છે.

રાજવીબા છેલ્લા દોઢ વર્ષથી ઉપલેટા સ્થિત શિવ ક્રિકેટ એકેડમીમાં તાલીમ લઈ રહી હતી. તેણે હેડ કોચ અને રાજકોટ રૂરલ ડિસ્ટ્રિક્ટના આસિસ્ટન્ટ કોચ જયગીરી ગોસાઈ (બાપુ)ના માર્ગદર્શન હેઠળ સતત મહેનત કરી હતી.

તેમની અથાગ મહેનત, શિસ્ત અને લગનનું પરિણામ રાજ્ય કક્ષાની આ પસંદગી સ્વરૂપે મળ્યું છે. આ સિદ્ધિથી રાજવીબાએ પોતાના માતા-પિતા, કોચ, એકેડમી તેમજ સમગ્ર ઉપલેટા પંથકનું નામ રોશન કર્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *