નાસ્તા ફરતા 46 આરોપીને ઝડપી જેલહવાલે કરાયા

રાજકોટ શહેર પોલીસ કમિશનર દ્વારા નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે સૂચના આપવામાં આવી હતી જે અંતર્ગત રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ, પેરોલ ફર્લો અને AHTUની અલગ અલગ ટિમ દ્વારા છેલ્લા એક મહિના દરમિયાન 46 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે જેમાં 3 આરોપીઓ દ્વારા પેરોલ જમ્પ કરી નાસ્તા ફરતા હોવાથી તેમને પણ પકડી જેલ હવાલે કરવામાં આવ્યા છે.

પોલીસે પકડેલા 46 આરોપીઓમાં ગુજસીટોકના ગુનામાં નાસ્તા ફરતા 1, GPIDના 2, દુષ્કર્મના 2, ઘરેલુ હિંસાના 3, ઠગાઈના 12, ચોરીના 4, ઇજાના 1, પ્રોહિબિશનના 17, અને જુગારના ગુનાના 1 આરોપીને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે પકડાયેલ આરોપીઓ ત્રણ માસથી લઇ 10 વર્ષ સુધી અલગ અલગ સમયથી નાસ્તા ફરતા હતા જેને ઝડપી પાડી પોલીસે જેલ હવાલે કર્યા છે.

ATMમાં કેશ લોડ કરનારે આચરી છેતરપિંડી એરપોર્ટ ફાટક નજીક CMS ઇન્‍ફો સિસ્‍ટમ્‍સ લિમિટેડ કંપનીમાં બ્રાન્‍ચ મેનેજર તરીકે ફરજ બજાવતાં લક્ષ્મણપ્રસાદ શર્માની ફરિયાદ પરથી જામનગરમાં રહેતાં મુળ કોડીનારના કાર્તિક વ્‍યાસ વિરૂધ્‍ધ ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. ફરિયાદીએ ફરિયાદમાં જણાવ્‍યું હતું કે, કંપની દ્વારા સરકારી અને પ્રાઇવેટ બેંકોમાંથી રોકડા રૂપિયા મેળવીને શહેરના અલગ-અલગ ATM મશીનોમાં કેશ લોડ કરવાનું કામ કરવામાં આવે છે. કંપનીમાં કસ્‍ટોડિયન તરીકે ફરજ બજાવતા કાર્તિક પ્રદિપભાઈ વ્‍યાસને પૈસા જમા કરાવવાની જવાબદારી સોંપવામાં આવી હતી.

ગત 8 તારીખના રોજ કાર્તિક સવારના સમયે ATM લોડિંગ માટે ગાડીના સ્‍ટાફ સાથે નીકળ્‍યો હતો. બપોરે 1.30 વાગ્‍યાની આસપાસ કંપનીના અન્‍ય કર્મચારીઓ દ્વારા ઓડિટ ચેક કરવામાં આવતા માલુમ પડ્‍યું હતું કે બજરંગવાડી મેઈન રોડ પર આવેલ SBIના ATMમાં કોમ્‍પ્‍યુટર સિસ્‍ટમ મુજબ રૂ.20 લાખ લોડ થયેલા હતા. પરંતુ વાસ્‍તવિક ઓડિટ રિપોર્ટમાં રૂ.5 લાખની ઘટ સામે આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *