રાજસ્થાનમાં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર બસ-ટ્રક અથડામણ, 8ના મોત

રાજસ્થાનના દૌસા જિલ્લામાં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર બસ આગળ ચાલી રહેલા ટ્રક સાથે અથડાઈ હતી. અકસ્માત બાદ બંને વાહનોમાં આગ લાગી ગઈ હતી. અકસ્માતમાં અત્યાર સુધીમાં 8 લોકોના મોત થયા છે. દૌસા એસપી પીયૂષ દીક્ષિતે જણાવ્યું કે અકસ્માત કોલવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બુધવારે મોડી રાત્રે 3 વાગ્યે થયો હતો.

બસ ઋષિકેશથી ઇન્દોર જઈ રહી હતી. માહિતી અનુસાર, 6 લોકોના મોત આગમાં દાઝી જવાને કારણે અને 2 લોકોના માથામાં ઈજા થવાને કારણે થયા છે. અકસ્માતમાં 21 લોકો ઘાયલ છે. તેમને દૌસા જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

પોલીસ અધિકારીઓને આશંકા છે કે અકસ્માત બસ ડ્રાઈવરને ઝપકી આવવાને કારણે થયો છે. એક્સપ્રેસવે પર લાગેલા કેમેરાની પણ તપાસ કરવામાં આવી રહી છે. અકસ્માતને જોતા આશંકા છે કે બસની સ્પીડ ઘણી વધારે હતી.

20થી વધુ લોકોના મોત થયા હતા

જેસલમેરમાં પણ ગયા વર્ષે નવેમ્બરમાં એક બસમાં આગ લાગી હતી. અકસ્માતમાં 20થી વધુ લોકોના મોત થયા હતા. મોટાભાગના મુસાફરો 70 ટકા સુધી દાઝી ગયા હતા. બસમાં 57 લોકો સવાર હતા. મૃતકોની ઓળખ ડીએનએ ટેસ્ટથી કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *