ઓસ્ટ્રેલિયા 8મી વખત ફાઇનલમાં પહોંચ્યું

ઓસ્ટ્રેલિયાએ વિમેન્સ T20 વર્લ્ડકપની સેમિફાઇનલમાં વેસ્ટ ઇન્ડિઝને 8 વિકેટે હરાવ્યું. આ સાથે ઓસ્ટ્રેલિયા આઠમી વખત વિમેન્સ T20 વર્લ્ડકપની ફાઇનલમાં પહોંચી ગયું છે.

લંડનના ધ ઓવલ સ્ટેડિયમમાં વેસ્ટ ઇન્ડિઝે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 125 રન બનાવ્યા. જવાબમાં ઓસ્ટ્રેલિયાએ 13 ઓવરમાં 2 વિકેટના નુકસાન પર લક્ષ્ય હાંસલ કરી લીધું.

ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાનો મુકાબલો બીજી સેમિફાઇનલના વિજેતા સાથે થશે. બીજી સેમિફાઇનલ સાઉથ આફ્રિકા અને યજમાન ઇંગ્લેન્ડ વચ્ચે 2 જુલાઈએ આ જ મેદાન પર રમાશે. ફાઇનલ લોર્ડ્સમાં 5 જુલાઈએ યોજાશે.

ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો. વેસ્ટ ઈન્ડિઝના બંને ઓપનર હેલી મેથ્યુઝ અને કિયાના જોસેફે ધીમી શરૂઆત કરી. પાવરપ્લેમાં વિકેટ ગુમાવ્યા વિના પણ ટીમ માત્ર 35 રન જ બનાવી શકી.

9મી ઓવરમાં 47 રનના ટીમ સ્કોર પર હેલીના રૂપમાં પહેલો ઝટકો લાગ્યો. તે 28 બોલમાં 30 રન બનાવીને જ્યોર્જિયા વારેહમની બોલ પર બોલ્ડ થઈ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *