‘સિદ્ધુ મૂસેવાલાની હત્યામાં કરન ઔજલાનો હાથ છે

પંજાબના રેપર સુલતાને વીડિયો જાહેર કરીને દાવો કર્યો છે કે, ‘સિંગર સિદ્ધુ મૂસેવાલાને મરાવવા પાછળ સિંગર કરન ઔજલાનો હાથ હતો.’ સુલતાને કહ્યું કે, ‘ઔજલાના ઘરે ગોળીઓ ચાલી હતી. તેને લાગતું હતું કે તેના ઘરે સિદ્ધુએ ગોળીઓ ચલાવી છે. સિદ્ધુને મરાવવા માટે મને જાણવા મળ્યું છે કે, કરન ઔજલાએ પણ પેમેન્ટ કર્યું હતું.’

તેણે કહ્યું કે, ‘પહેલા તેને મરાવવા માટે માણસો શોધતો હતો. હવે તેને શ્રદ્ધાંજલિ આપી રહ્યો છે. સિદ્ધુના મૃત્યુ પછી તેની ટીમ તોડી નાખી. આ વાત પણ સાચી છે કે હું ભાંગ પીઉં છું, પણ જૂઠું બોલતો નથી. જે છે તે હું લોકો સામે બોલું છું. લોકોને પણ ખબર પડવી જોઈએ કે કલાકારો શું કરે છે.’

રેપર સુલતાન અને અમૃતસરના સિંગર પ્રેમ ઢિલ્લોન તેમના 19 જૂને રિલીઝ થયેલા નવા ગીતોને લઈને પણ એકબીજા સાથે ભીડાયા છે. રેપર સુલતાને 19 મેના રોજ રિલીઝ થયેલા ગીતમાં પ્રેમ ઢિલ્લોન પર કહ્યું કે, ‘તારા કરતાં સારા સૂરમાં તો ગધેડો ગાઈ લે છે.’ એ જ રીતે 19 જૂને જ રિલીઝ થયેલા પોતાના રેપમાં પ્રેમ ઢિલ્લોને કહ્યું કે, ‘દુશ્મની પણ કાઢી લેજો, પણ પહેલા જન્મ તો લો.’

દિવંગત સિંગર સિદ્ધુ મૂસેવાલાનો ઉલ્લેખ કરતા સુલ્તાને ઇન્ડસ્ટ્રીના ઘણા કલાકારો પર નિશાન સાધ્યું. તેણે કહ્યું કે, ‘મારા અને સિદ્ધુ વચ્ચે ભૂતકાળમાં મતભેદ હતા, પરંતુ મેં સિદ્ધુના મૃત્યુ પછી ક્યારેય તેના નામે ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કર્યો નથી.’

સુલ્તાને પ્રેમ ઢિલ્લોન પર સીધો હુમલો કરતા કહ્યું- ‘આ બધા લોકો ટ્રિબ્યુટ અને પોસ્ટ નાખીને લોકોની સિમ્પથી (સહાનુભૂતિ) મેળવી રહ્યા છે. પ્રેમ પોતાને સિદ્ધુનો ‘ચંડિયા’ (ચેલો) કહે છે, જ્યારે હકીકતમાં તે તેનો સૌથી મોટો દુશ્મન હતો. આ બધા ફક્ત પોતાના ગીતો ચલાવવા માટે ખોટી વાર્તાઓ બનાવી રહ્યા છે.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *