ગોધરા નજીક જૂના મોર ડુંગરા પાસે એક અલ્ટો કાર પલટી જતાં અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં સાળા-બનેવીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે કારમાં સવાર અન્ય બે યુવાન ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘાયલોને તાત્કાલિક સારવાર અર્થે ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે
પ્રાથમિક માહિતી અનુસાર, શહેરા તાલુકાના ધાંધલપુર અને છાયના ગામના ચાર મિત્ર કોઈ અંગત કામ અર્થે અલ્ટો કાર લઈને ગોધરા આવ્યા હતા. ગોધરાથી શહેરા તરફ જઈ રહેલી અલ્ટો કારના ચાલકે અચાનક સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવી દીધો હતો. જેના કારણે કાર રોડ પર પલટી ખાઈ ગઈ હતી અને આ દુર્ઘટના સર્જાઈ હતી.
શહેરા તાલુકાના ધાંધલપુર અને છાયના ગામના ચાર મિત્ર કોઈ અંગત કામ અર્થે અલ્ટો કાર લઈને ગોધરા આવ્યા હતા. ગોધરાથી પોતાનું કામ પતાવીને તેઓ ઘરે પરત ફરી રહ્યા હતા, તે દરમિયાન જૂના મોર ડુંગરા પાસે આ અકસ્માત થયો હતો.
અકસ્માતમાં કિરણ દિનેશભાઈ પટેલ અને મહેશભાઈ ખાંટનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. જ્યારે હિતેન્દ્ર પટેલ અને અન્ય એક મહેશ નામના યુવાનને ઈજાઓ પહોંચી હતી.