પરિમલ નથવાણી ઝારખંડથી રાજ્યસભામાં ચૂંટાયા

પરિમલ નથવાણી ઝારખંડ રાજ્યનું પ્રતિનિધિત્વ કરતા ચોથી ટર્મ માટે રાજ્યસભામાં ચૂંટાઈ આવ્યા છે. રાજ્યમાં બે રાજ્યસભા બેઠકો માટે ત્રણ ઉમેદવારો મેદાનમાં હતા. પરિમલ નથવાણી અગાઉ 2008 અને 2020 વચ્ચે ઝારખંડથી અપક્ષ સાંસદ તરીકે બે ટર્મ સુધી સેવા આપી ચૂક્યા છે, અને તેઓ રાજ્યસભાના ઇતિહાસમાં સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા અપક્ષ સાંસદ હોવાનો રેકોર્ડ ધરાવે છે.

વર્ષ 2020માં આંધ્રપ્રદેશનું પ્રતિનિધિત્વ કર્યા બાદ, તેમનું ઝારખંડથી ફરીથી ચૂંટાઈ આવવું એ આ રાજ્યમાં તેમની મહત્વપૂર્ણ વાપસી છે. નથવાણીએ ઝારખંડને ઘણા લાંબા સમય અગાઉથી જ પોતાની “કર્મભૂમિ” તરીકે જાહેર કરી છે.

રાજ્ય માટે પોતાના વિઝન અને ભવિષ્યના વિકાસના રોડમેપ વિશે પરિમલ નથવાણીએ કહ્યું હતું કે: “અહીં એક દાયકાથી વધુ સમય વિતાવ્યા બાદ, ઝારખંડ હવે મારા માટે નવું સ્થળ નથી. તે મારી કર્મભૂમિ છે. રાજ્યસભામાં ફરી એકવાર અહીંના લોકોની સેવા કરવાની મને તક મળી તે બદલ હું ખૂબ આભારી છું. આગળ વધતાં, હું મારું ધ્યાન ગ્રામીણ વિસ્તારો તરફ કેન્દ્રિત કરીશ, જ્યાં અમે મજબૂત કૌશલ્યવર્ધન કાર્યક્રમો ચલાવીને તેમજ કુટીર ઉદ્યોગને પુનર્જીવિત કરીને એકદમ પાયાના સ્તરે આજીવિકાની ટકાઉ તકોનું સર્જન કરવા માગીએ છીએ. ગ્રામીણ વિસ્તારોમાં માળખાગત સુવિધાઓ, આરોગ્યસંભાળ સુવિધાઓ અને શિક્ષણનો વિકાસ કરવા પર મારું ધ્યાન કેન્દ્રિત રહેશે.”

પોતાની અગાઉની બે ટર્મ દરમિયાન નથવાણીએ સીમાચિહ્ન સ્થાપિત કર્યો હતો, જેમાં તેમણે સાંસદ આદર્શ ગ્રામ યોજના (SAGY) માટે સાંસદ સ્થાનિક વિસ્તાર વિકાસ (MPLAD) ફંડના લગભગ 100 ટકા હિસ્સાનો ઉપયોગ ગ્રામીણ વિકાસ, માળખાંગત સુવિધાઓની સ્થાપના, શિક્ષણ, આરોગ્ય અને સ્વચ્છતા પાછળ કર્યો હતો. SAGY હેઠળ તેમના દ્વારા દત્તક લેવામાં આવેલી ત્રણ આદર્શ ગ્રામ પંચાયતો બડામ-જરાટોલી, ચુટ્ટુ અને બરવાડાગ તેમજ ત્યાં કરાયેલા વિકાસના કાર્યો અનુકરણીય રહ્યા છે. રાજ્યમાં તેમનું સૌથી મોટું યોગદાન એ હતું કે તેમણે પોતાના સાંસદ ભંડોળ જ નહીં પણ પોતાના વ્યક્તિગત ફંડમાંથી પણ IIM-રાંચી માટે 600 લોકોની બેઠક ક્ષમતા ધરાવતો અત્યાધુનિક સેમિનાર હોલ બનાવવા રૂ. 15 કરોડ આપ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *