રાજકોટમાં બોર્ડના વિદ્યાર્થીઓના સન્માન સમારોહમાં રૂરલ SP ગુર્જરે મોટીવેટ કર્યા

રાજકોટના હેમુ ગઢવી હોલ ખાતે સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓમાં ધોરણ 10 અને 12 માં સ્કૂલ ફર્સ્ટ તેજસ્વી વિદ્યાર્થીઓ માટે પ્રતિભા ગૌરવ સન્માન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં 450 જેટલા વિદ્યાર્થીઓનું શિલ્ડ આપી સન્માન કરાયું હતુ. વિદ્યાર્થી 99 પર્સેન્ટાઇલવાળો હોય કે 60 PR વાળો તેમાં કોઈ ભેદભાવ રાખ્યા વિના સ્કૂલમાં પ્રથમ ક્રમે આવતા વિદ્યાર્થીઓને સન્માનવામાં આવ્યા હતા.

રાજકોટ રૂરલ SP વિજયસિંહ ગુર્જરે વિદ્યાર્થીઓને મોટીવેટ કરતા કહ્યું કે, 55 ટકાવાળો માણસ IAS બનીને SP તરીકે આપની સામે ઊભો છે તો 90 ટકા વાળા તમે દેશ માટે શું કરી શકો તે તમારે વિચારવાનું છે.

રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારી દીક્ષિત પટેલે જણાવ્યું હતું કે, વર્ષ 2025 – 26 માં ફેબ્રુઆરી મહિનામાં ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષ લેવામાં આવી હતી. જેમાં ગુજરાત બોર્ડની રાજકોટ શહેરની જે શાળાઓ છે તેમાં પોતાની સ્કૂલમાં પ્રથમ નંબર મેળવેલો છે, તેવા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું છે. આ વિદ્યાર્થી ખાનગી શાળાનો હોય, સરકારી નો હોય કે ગ્રાન્ટેડ સ્કૂલનો હોય પરંતુ પોતાની સ્કૂલમાં પ્રથમ નંબરે આવેલા તમામ વિદ્યાર્થીઓ હેમુ ગઢવી હોલ ખાતે સન્માન કરાયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *