ફૂટબોલ વર્લ્ડકપમાં અમેરિકા પર ભેદભાવના આરોપો

FIFA વર્લ્ડ કપ 2026 પહેલા અમેરિકા પર ભેદભાવના આરોપો લાગી રહ્યા છે. વિવાદ ત્યારે વધ્યો, જ્યારે સેનેગલ, ઉઝબેકિસ્તાન અને સોમાલિયા સાથે સંકળાયેલા ખેલાડીઓ અને અધિકારીઓની રનવે પર જ કડક તપાસ કરવામાં આવી. કેટલાક કિસ્સાઓમાં ડોગ સ્ક્વોડને પણ બોલાવવામાં આવી.

આ ઘટનાઓના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ છે. લોકોએ સવાલ ઉઠાવ્યા છે કે ખેલાડીઓ અને રમતગમતના અધિકારીઓ સાથે ગુનેગારો જેવો વ્યવહાર શા માટે કરવામાં આવી રહ્યો છે.

વિવાદ તે સમયે વધુ વધી ગયો, જ્યારે સોમાલિયાના રેફરી ઉમર આર્ટનને માન્ય અમેરિકી વિઝા હોવા છતાં મિયામી એરપોર્ટ પરથી પાછા મોકલી દેવામાં આવ્યા. આર્ટન વર્લ્ડ કપમાં રેફરીની જવાબદારી નિભાવનારા પ્રથમ સોમાલી અધિકારી બનવાના હતા.

અમેરિકી અધિકારીઓએ કહ્યું કે વધારાની તપાસ પછી તેમને પ્રવેશની મંજૂરી આપવામાં આવી ન હતી, પરંતુ તેનું કારણ જણાવ્યું ન હતું. આ નિર્ણય પર સોમાલિયાના રમતગમત મંત્રાલયે નારાજગી વ્યક્ત કરી છે અને તેને રમતગમતની ભાવના વિરુદ્ધ ગણાવ્યો છે.

ઘણા યુઝર્સે FIFA પર પણ આરોપ લગાવ્યો કે વિશ્વ ફૂટબોલની સર્વોચ્ચ સંસ્થા FIFA તે દેશોના ખેલાડીઓ સાથે થયેલા અપમાનજનક વ્યવહાર પર ચૂપ છે. તપાસ સાથે જોડાયેલી તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાઇરલ થઈ રહ્યા છે.

કેટલાક લોકોએ સવાલ ઉઠાવ્યો કે શું આ વ્યવહાર બધી ટીમ સાથે સમાન હતો. એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યું- શું કોઈ શ્વેત ટીમ સાથે પણ આવું થયું, કે આ વ્યવહાર ફક્ત સેનેગલ માટે હતો? આ વિચિત્ર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *