નેપાળે T20માં બીજીવાર 300+ સ્કોર બનાવ્યો

નેપાળે T20 ક્રિકેટમાં બીજી વખત 300 રનથી વધુનો સ્કોર બનાવ્યો છે. ટીમે રવિવારે એશિયન ગેમ્સના ક્વોલિફાયરમાં ચીન સામે આ પરાક્રમ કર્યું છે. આ મેચમાં નેપાળને 221 રનથી જીત મળી.

સિંગાપોરના નેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ચીને ટૉસ જીતીને બોલિંગ લીધી. નેપાળે પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 2 વિકેટે 313 રન બનાવ્યા. જવાબમાં ચીન 92 રનમાં ઓલઆઉટ થઈ ગયું. નેપાળ તરફથી ઓપનર કુશલ ભુર્તેલે એક ઓવરમાં સતત 6 છગ્ગા ફટકારવાનું પરાક્રમ પણ કર્યું. તે પ્લેયર ઓફ ધ મેચ રહ્યો.

નેપાળે પોતાનો બીજો સૌથી મોટો સ્કોર બનાવ્યો છે. ટીમે સપ્ટેમ્બર 2023માં એશિયન ગેમ્સ 2023માં મંગોલિયા સામે 314/3નો સ્કોર બનાવ્યો હતો.
નેપાળે T20 ઇન્ટરનેશનલ ક્રિકેટના ઇતિહાસમાં સાતમી સૌથી મોટી જીત નોંધાવી. સૌથી મોટી જીતનો રેકોર્ડ ઝિમ્બાબ્વેના નામે છે. તેણે 2024માં ગામ્બિયાને 290 રનથી હરાવ્યું હતું.
T20 ઇન્ટરનેશનલમાં પાંચમી વખત સતત 6 છગ્ગા લાગ્યા

ભુર્તેલે એક ઓવરમાં સતત 6 છગ્ગા ફટકારવાનું પરાક્રમ પણ કર્યું. તેણે નવમી ઓવરમાં જોયુ ચેનની બોલ પર 6 છગ્ગા ફટકાર્યા. જોકે, વચ્ચે એક વાઈડ બોલ પણ સામેલ હતો. તેની ઓવરમાંથી કુલ 37 રન આવ્યા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *