ખેલાડીઓ પર અસર નહીં થાય, કાઉન્સિલના ફંડથી ટુર્નામેન્ટ રમશે

ICCએ ક્રિકેટ કેનેડાની સદસ્યતાને સસ્પેન્ડ કરી દીધી છે. આ નિર્ણય કેનેડા બોર્ડ દ્વારા સદસ્યતાના નિયમો અને જવાબદારીઓના ઉલ્લંઘનને કારણે લેવામાં આવ્યો છે.

જોકે, ICCએ સ્પષ્ટ કર્યું છે કે બોર્ડની ખામીઓનો ભોગ ત્યાંના ખેલાડીઓને બનવું પડશે નહીં. કાઉન્સિલે આ નિર્ણય 1 જૂને અમદાવાદમાં યોજાયેલી વાર્ષિક બેઠકમાં લીધો.

ICC ટુર્નામેન્ટમાં રમી શકશે ખેલાડીઓ

ICCએ પુષ્ટિ કરી છે કે સસ્પેન્શનના સમયગાળા દરમિયાન પણ કેનેડાની નેશનલ ટીમો ICC ટુર્નામેન્ટમાં રમવા માટે યોગ્ય રહેશે. કાઉન્સિલનું માનવું છે કે જે મુદ્દાઓ પર ખેલાડીઓનું કોઈ નિયંત્રણ નથી, તેના માટે તેમને સજા મળવી જોઈએ નહીં.

ખેલાડીઓની રમતમાં કોઈ અવરોધ ન આવે, તે માટે ક્રિકેટ કેનેડાને ICC તરફથી ફંડિંગ મળતું રહેશે. જોકે, આ વખતે ફંડિંગની રીત સંપૂર્ણપણે ICC મેનેજમેન્ટના નિયંત્રણમાં હશે.

આ ફંડનો ઉપયોગ ફક્ત મંજૂર કરાયેલા નેશનલ ટીમ પ્રોગ્રામ્સ માટે જ થઈ શકશે, જેથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ટીમની તૈયારી અને ભાગીદારી કોઈપણ અવરોધ વિના ચાલુ રહે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *